Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વેરાવળ તાલુકાના કાજલી ગામની સીમમાં દીપડી પાંજરે પુરાઇ

પ્રભાસ પાટણ તા. રર :.. વેરાવળ તાલુકાનાં કાજલી ગામનો સીમ વિસ્તાર  પીરની દરગાહની બાજુમાં આવેલ સુમરા આમઝદ દાદાભાઇની વાડીમાં આવેલ છે અને આ વિસ્તારમાં દીપડાનાં આટાફેરાનાં સમાચાર મળતા કાજલી ગામનાં સરપંચ મેરગભાઇ બારડ દ્વારા ફોરેસ્ટર વિભાગને રજૂઆત કરતા બે દિવસ પહેલા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવેલ અને રાત્રીનાં પ વર્ષની દિપડી પાંજરે પુરાયેલ છે.આ બાબતની ફોરેસ્ટર વિભાગને જાણ કરતા એસ. ડી. ગલચર, આર. કે. પીછડીયા, પ્રતાપભાઇ રાઠોડ દ્વારા ઘટના સ્થળે આવેલ અને આ દિપડીને અમરાપુર એનિમલ કેર ખાતે લઇ ગયેલ છે.

આ દિપડી જયાંથી પકડાયેલ ખેડુતે જણાવેલ કે આ વિસ્તારમાં દિપડા પકડાયા બાદ ફરીથી આવી જાય છે જેથી અ દિપડાઓને નજીકનાં વિસ્તારમાં છોડવાને બદલે એનીમલ કેરમાં મુકવામાં આવે તો ફરીથી આ વિસ્તારમાં આવી ન શકે.

(11:24 am IST)