Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

જસદણના પૂર્વ નાયબ મામલતદારની મામલતદાર તરીકે જામનગર ખાતે બઢતી

જસદણ, તા. ૨૨: જસદણ મામલતદાર કચેરીમાં ભૂતકાળમાં નાયબ મામલતદાર તરીકે કામગીરી કરી ચૂકેલા કે. આર. ગઢીયાને બઢતી મળતા મામલતદાર તરીકે નિમણૂક થઈ છે.

ભૂતકાળમાં જસદણ મામલતદાર કચેરીમાં પુરવઠા શાખા, ચૂંટણી શાખા સહિતની જુદી જુદી શાખાઓમાં નાયબ મામલતદાર તરીકે નોંધપાત્ર કામગીરી કરી ચૂકેલા નાયબ મામલતદાર કે. આર. ગઢીયા (કિશોરભાઈ રણછોડભાઈ ગઢીયા) એ તારીખ ૩૬૧૯૮૨ના રોજ રાજકોટ કલેકટર કચેરી મા ં કલાર્ક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ જુદી જુદી ખાતાકીય પરીક્ષાઓ પાસ કરીને નાયબ મામલતદાર તરીકે પહોંચ્યા બાદ જસદણ, રાજકોટ સહિતની જગ્યાએ ફરજ બજાવ્યા બાદ તાજેતરમાં તેમને બઢતી મળતા મામલતદાર તરીકે નિમણૂક પામ્યા છે. શ્રી ગઢિયાને બઢતી સાથે રાજકોટ થી જામનગર ખાતે પ્રોટોકોલ મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે. તેમને મામલતદાર તરીકેનું પ્રમોશન મળતા તેમના મોબાઈલ નં. ૯૮૨૪૩૨૯૩૬૧ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(11:24 am IST)