Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

તળાજા-ભાવનગર હાઇ-વે ઉપર ઇકો કાર ચાલકે હડફેટે લેતા રોડ ઉપર ૨૦ ફૂટ ઢસડાતા વૃધ્ધનું મોત

ભાવનગર તા.૨૨: તળાજા ભાવનગર વચ્ચે બનતો નેશનલ હાઇવે હજુતો સત્તાવાર રીતે ચાલુ નથી થયો. ત્યાંજ આ રોડ પર બેફિકરાઇ પૂર્વક પુરપાટ ઝડપે દોડાવતા ઇકોકાર ના ચાલકે બાઇક સવાર વૃદ્ધને હડફેટે લઇ. કાર નીચે આવી ગયેલા વૃદ્ધ વીસેક ફુટ કારની ઝડપને કારણે ઢસડાઇ જતા સ્થળ પરજ મોતને ભેટેલ હતા. અલંગ પોલીસએ સ્થળ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

તળાજા ભાવનગર વચ્ચે ગેરકાયદેસર રીતે મુસાફરો વહન કરતા વાહન ચાલકો બેફિકરાઇ પૂર્વક પોતાનો આર્થિકત સ્વાર્થ સાધવા માટે પુરપાટ ઝડપે વાહનો ચલાવતા હોવા છતાંય આર.ટી.ઓ અને પોલીસ તંત્ર કાનુની રાહે પગલા ભરતા નહોય છાશવારે અકસ્માત સર્જાતા રેહ છે.

જેમાં નવોજ એકસપ્રેસ વે.બની રહ્યો છે. કામ ચાલુ છેતેં રોડ પર બપાડાની કેનાલ નજીક ભાવનગર તરફ જતા ઇકો કાર ન.જીજે ૩ એચ કે ૭૨૮૮ના ચાલકે સીડી હોન્ડા બાઇક નં.જીજે ૪એ ૩૧૧૭ના ચાલક બલર વલ્લભભાઇ જીવાભાઇ ઉવ.૫૯ (રે.બપાડા)ને હડેફટે લીધા હતા.

જેમાં સ્થળ પરના લોકોેએ જણાવ્યું હતું કે ઇકો કારના ચાલકે હડફેટે લેતા વૃદ્ધ વીસેકફુટ ઢસડાયા હતાને સ્થળ પરજ પળવારમાં મોતને શરણ થયેલ હતા.

બનાવને લઇ સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.

(3:30 pm IST)