Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

આટકોટમાંથી પીજીવીસીએલની ૧.૭ર લાખની કોયલ-બાબીન તસ્કરો ઉપાડી ગયા...

જસદણ તા. ર૩ :.. આટકોટની સીમમાંથી તસ્કરો વીજ ટ્રાન્સર્ફોરમની એલ્યુમીનીયમની અંદાજે ૧૧૦૦ થી ૧ર૦૦ કિલો ગ્રમ વજનના ૧.૭ર લાખની બાબીન અને કોયલ ચોરી કરી ગયા હતાં.

આટકોટના જસદણ રોડ પર આવેલ ડી. કે. ઇલેકટ્રીકસ પેઢીના શેડનું ગત રાત્રીના તસ્કરોએ તાળું તોડી અંદર પી. જી. વી. સી. એલ. ની કોયલ અને બાબીન અંદાજે ૧૧૦૦ થી ૧ર૦૦ કિલો વજન એલ્યુમીનીયમની રૂ. ૧,૭ર૦૦૦ ની ચોરીની ફરીયાદ નેહલભાઇ ખોડીદાસભઇ બગડાએ આટકોટ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. આટકોટમાં થોડા સમયની શાંતિ પછી પાછું તસ્કરોએ માથુ ઉચકતાં રાત્રીના વ્યકિતઓ અને વાહનો ચેકીંગની પોલીસ કડક ઝૂંબેશ ચલાવે એવી માગણી ઉઠવા પામી છે.

(11:20 am IST)