Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ચાર વર્ષ સુધી પોતાની સાથે રાખી સતત દુષ્કર્મ આચરી બીજી યુવતિ સાથે લગ્ન કરી લીધાઃ અંજારની ઘટના

ભુજ, તા.૨૨: સમાજમાં બદલતા જતાં સંબંધોની વ્યાખ્યાઓ હવે ચિંતાજનક સવાલો સર્જી રહી છે. અંજારના મેદ્યપર બોરીચી મધ્યે સતત ચાર વર્ષ સુધી સાથે રહેનાર યુવાન સામે યુવતીએ લગ્નની લાલચે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી છે. ચંદન ગોપાલ ગુપ્તા નામના યુવાન સાથે સંપર્કમાં આવનાર યુવતીના જણાવ્યા પ્રમાણે તે એપ્રિલ ૨૦૧૫ થી એપ્રિલ ૨૦૧૯ સુધી ચંદન ગુપ્તા સાથે રહી હતી. આ દરમ્યાન લગ્નની લાલચ આપીને ચંદન ગુપ્તાએ તેની સાથે અનેકવાર જાતીય સંબધો બાંધીને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ ચંદન ગુપ્તાએ હમણાં તેણીને છોડીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. આ અંગે ફરિયાદી યુવતીએ ચંદન ગુપ્તા સાથે વાત કરતા તેણે યુવતીને માર માર્યો હતો. અંતે અંજાર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ કરી છે. જો કે આરોપીએ યુવતિને માથાના દુખાવાના બહાને ગર્ભપાતની ગોળીઓ પણ ખવડાવાનું જણાવ્યું છે.

(11:19 am IST)