Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

દર વર્ષે STના કાફલામાં નવી બસો : ખાનગી ક્ષેત્રને આપશે ટક્કરઃ વિજયભાઈ રૂપાણી

ભાવનગરમાં બનશે એરપોર્ટ જેવું બસ સ્ટેશન : ગુજરાત રાજયના વિવિધ સ્થળોએ ર૧ બસ ડેપોનું લોકાર્પણ : ભાવનગર, ભરૂચ, સુરેન્દ્રનગરમાં ૩ર કરોડના ખર્ચે બસ ડેપોનું નિર્માણ કરાશેઃ એસ.ટી.નફાનું નહીં, સેવાનું સાધન છેઃ રાજયના દરેક ગામમાં બસની એક ટ્રીપ મળે તેવી સુંદર વ્યવસ્થા ઊભી કરી છેઃ સારી બસ, ઉત્ત્।મ બસના મંત્ર સાથે બસ સ્ટેન્ડ પણ બસપોર્ટ જેવાં બનાવ્યાં છેઃ સુદૃઢ વ્યવસ્થા દ્વારા એસ.ટી. સેવાને સુલભ ઙ્ગઅને સલામત બનાવી છેઃ રાજય માં પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવાઓ માટે ઇલેટ્રીક બસ સેવાઓ શરૂ કરવા નું ભાવિ આયોજન છે

ભાવનગર તા. ર૨ :.  ગુજરાતમાં હવે એસ. ટી. બસ સ્ટેશનો એરપોર્ટ જેવા આધુનિક બનશે  અને ખાનગી બસોની હરીફાઇ કરશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતે એક સાથે ર૧ એસ. ટી. બસ સ્ટેશનોનું ઇ-લોકાપર્ણ કરતાં જણાવ્યું હતું કે આધુનિક બસ સ્ટેશનો અને એરપોર્ટ જેવા બન્ય છે. પાંચ નવા બની રહેલા અને બની ગયેલા અને આજે લોકાપર્ણ કરાયેલા એસ. ટી. બસ સ્ટેશનો કુલ ૮૪ કરોડનાં ખર્ચે તૈયાર થયા છે. એસ. ટી. એ નફો નહિ પરંતુ સેવાનું કામ કરે છે. ગરીબ લોકો ગામથી શહેરમાં અને ગામડાથી ગામડામાં જઇ શકે તે માટે કાર્યરત છે. એસ. ટી. વિદ્યાર્થીને ૮૦ ટકા સુધી સીનીયર સીટીઝનો, દિવ્યાંગો, લડવૈયાએ વિગેરેને ખાસ રાહત આપે છે. એસ. ટી. એ પ્રજાની સેવા માટે છે માટે અમુક રૂટો ખોટ કરવા છતાં ચાલુ રખાયા હોય છે. હવે દર વર્ષે એસ. ટી. ની નવી બસો ખરીદવામાં આવશે. આધુનિક ગુજરાત ર૧ મી સદીનું ગુજરાત બને તે માટે સરકાર તમામ સેવાઓ પુરી પાડવા સક્રિય બન્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઙ્ગસ્પષ્ટ પણે જણાવ્યું કે રાજયના સામાન્ય માં સામાન્ય માનવી ને હરેક નાગરિકોને વાહનવ્યવહારની સારી અને સરળ સુવિધા મળે તે હેતુસર એસ.ટી.ને નફાનું સાધન નહીં, પણ સેવાનું સાધન બનાવ્યુ છે.ઙ્ગ

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, નફો કરવો તે સરકારનું કામ નથી. સત્ત્।ા એ સેવાનું સાધન બને તે માટે અમે બદલાતી ટેકનોલોજી સાથેનાં નવીન સાધનો અને ટેકનોલોજીનો વિનિયોગ કરી નાગરિક સેવાઓને વધુ સુદૃઢ બને તે દિશામાં કાર્યરત છીએ.

ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૦ બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂ.૩૨.૦૯ કરોડના ખર્ચે ૩ બસ સ્ટેશન અને ૨ સ્ટાફ કોલોનીનું ઈ-તકતી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું તથા નવીન મીડી બસ, સુપર એકસપ્રેસ, ગુર્જર નગરી સહિત કુલ ૧૩૧ જેટલી બસ અને ટ્રાફિક એજયુકેશન અવેરનેસ મોબાઇલ વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નફો કરવો હોત, તો આજથી જ થઈ શકે, સરકાર ખોટ કરતાં રૂટ બંધ કરી, નફો કરતાં રૂટ પર બસ દોડાવી શકે પરંતુ અમારે એ કરવું નથી. અમારે છેવાડાના ગામ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવી છે. તેથી જ રાજયના દરેક ગામમાં એસ.ટી. બસની ઓછામાં ઓછી એક ટ્રીપ ઉપલબ્ધ બને, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે.

તેમણે કહ્યું કે, અગાઉ બસો વિશે જે નકારાત્મક વાત થતી હતી, તેમાં અમારી કાર્યપદ્ઘતિ અને જન સેવા દાયિત્વ થી હવે સ્થિતિ બદલાઈ છે.ઙ્ગ

અમે નવી બસો, આધુનિક બસો અને વોલ્વો જેવી અત્યાધુનિક બસો નાગરિકોની સેવા માટે મૂકી છે. બસ સ્ટેશન પણ એરપોર્ટ જેવા સુવિધા સભર આધુનિક બનાવી, બસપોર્ટ બનાવ્યાં છે. આવનારા દિવસોમાં રાજયમાં પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે ઇલેટ્રીક બસ નો પ્રયોગ કરવાની પણ નેમ મુખ્યમંત્રી એ દર્શાવી હતી.

શ્રી વિજયભાઈએ કહ્યું કે બહેતર વાહનવ્યવહારની સુવિધાઓ ઙ્ગસૌ ને સરળતા એ ઉપલબ્ધ બને, તે માટે રાજય સરકાર સંકલ્પબદ્ઘ છે.

ઙ્ગદર વર્ષે એસ ટી નિગમ માં નવી બસો ઉમેરતા જવા સાથે આઇ એસ ઓ સ્ટાન્ડર્ડ પ્રમાણે ની બસો ઈન હાઉસ ઙ્ગપણ એસ ટી ના કર્મયોગીઓ ઙ્ગવર્કશોપ માં તૈયાર કરે છે તેની ભૂમિકા મુખ્યમંત્રી એ આપી હતી.

લોકોને બસની વધુ સારી સુવિધા મળે તે માટે બસમાં જી.પી.એસ. ટ્રેકર લગાવ્યાં છે, જેથી નાગરિકોને બસ કયાં છે અને કયારે પહોંચશે તેની રીઅલ ટાઇમ જાણકારી મળે તે પ્રકારની જી.પી એસ ટેકનોલોજીનો વિનિયોગ કર્યો છે. બસોનું રિયલ ટાઈમ મોનીટરીંગ હવે થાય છે એમ તેમણે કહ્યું હતું.

એસ.ટી.માં દરરોજ ૨૫ લાખ લોકો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન્સ, દિવ્યાંગો અને સ્વાતંત્ર્ય સૈનિકોને કન્સેશનની સુવિધા આપી છે. લગ્ન પ્રસંગે રૂ.૧૨૦૦ જેટલા ઓછા ભાડામાં ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો નેબસની સુવિધા ઉપલબ્ધ બનાવી છે. તાજેતરમાં ગુજરાત પર મંડરાયેલા વાયું વાવાઝોડાના સંકટમાં પણ દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાઈવાળા સલામત સ્થળે નાગરિકોને લઈ જવા માટે ૨૦૦ એસટી બસ મૂકવામાં આવી હતી, તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આ તકે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, એસ.ટી. ન માત્ર સારી સેવા, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્ત્।મ ઉદાહરણ છે.ઙ્ગ

આ તકે મુખ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત થનાર અને નવનિર્મિત બસ સ્ટેશન તેમજ સ્ટાફ કોલોની સહિતના ૧૩ સ્થળે ઉપસ્થિત પદાધિકારીઓ અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું કે, રાજયમાં નવીન બનેલ બસસ્ટેશન બસપોર્ટ પ્રકારના બનાવવામાં આવ્યાં છે, ત્યારે આ બસ સ્ટેશનમાં ગંદકી ન થાય, લોકો પાનની પીચકારી મારીને ગંદકી ન ફેલાવે અને બસ સ્ટેશનને સ્વચ્છ અને ચોખ્ખું બનાવી રાખે તે આપણી સામૂહિક જવાબદારી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે બસને પ્રસ્થાન કરાવી, બસમાં ચઢીને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત થયેલ તેમજ ખાતમુહૂર્ત થયેલ બસ સ્ટેશનમાં સુરત જિલ્લાના માંડવી, બારડોલી(હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જુનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર થયેલા કુલ ૨૧ નવીન બસ સ્ટેશનનો સમાવેશ થાય છે તથા સ્ટાફ કોલોનીમાં રૂ.૩૨.૦૯ કરોડના ખર્ચે ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર ખાતે તૈયાર થયેલ બસ સ્ટેશન તથા ભુજ-અમરેલી સ્ટાફ કોલોનીનો સમાવેશ થાય છે.

વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજયની જનતાની પરિવહન સેવામાં અહર્નિશ સેવારત છે. સમાજજીવનની સમસ્યાઓને ધ્યાનમાં રાખે આધુનિક સેવાઓને આમેજ કરીને એસ.ટી.ની નવી-નવી સેવાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ બનાવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાદ્યાણીએ આ તકે જણાવ્યું કે, રોજગાર માટે, સામાજિક વ્યવહાર માટે ગામડેથી શહેર અને શહેરથી ગામડે જવા પરિવહનની છેવાડાના નાગરિકોને વધુ સારી સગવડો મળે તે માટે રાજક્ષ્ય સરકાનર કટિબદ્ઘ છે. તેનું કારણ છે કે કે આજે એક સાથે અનેક બસ સ્ટેશનોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું છે તથા નવીન બસો જનતાની સેવામાં મૂકાઈ છે. સામાન્ય લોકોની સગવડોને ધ્યાનમાં રાખી જે સગવડો ઊભી કરાઈ છે, તે નાના માણસો માટે સરકાર કેટલી સંવેદનશીલ છે, તેની પ્રત્યક્ષ અનુભૂતિ છે.

એસ.ટી. નિગમના આ કાર્યક્રમમાં રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ડો. શ્રીમતિ ભારતીબેન શ્યાળ, ભાવનગર મહાપાલિકાના મેયરશ્રી મનહરભાઈ મોરી, ઙ્ગજિલ્લા પંચાયતનાં પ્રમુખ વકતુબેન મકવાણા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ નાકરાણી, આર.સી. મકવાણા, મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતિ સુનયના તોમર, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રીમતિ સોનલ મિશ્રા, કલેકટરશ્રી હર્ષદ પટેલ, ભાવનગર મહાપાલિકા કમિશનરશ્રી એમ.એ. ગાંધી, જિલ્લાના હોદ્દેદારો તથા પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

(3:32 pm IST)