Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મોરબી જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ દિલીપ સાવલિયાનુ રાજીનામુ

ટંકારાઃ કોંગ્રેસ જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ દિલીપ સાવલિયાએ પક્ષના હોદ્દેદારો, ટંકારાના ધારાસભ્ય, અને પક્ષમા થયેલા વાદવિવાદથી નારાજ થઇને રાજીનામુ આપતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

પડધરી કોંગ્રેસ સમિતીના પ્રમુખ ધનુભા જાડેજાને રાજીનામુ આપ્યુ હતુ.

આ અંગે ટંકારા કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ કગથરાએ જણાવ્યુ હતુ કે, અમે દિલીપ સાવલિયાને કોઇ હોદો જ આપ્યો નથી જેથી રાજીનામાનો કોઇ પ્રશ્ન જ નથી.

(6:48 pm IST)