Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો ગોંડલનો રોનક જાની ઝડપાયો

રાજકોટ, તા.૨૨: ડી.એન.પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓએ કૃણાલ પટેલ પો.સબ.ઇન્સ આર.આર.સેલ નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ શહેરમાં  આવેલ રાજનગર ખોડીયાર નગરમાં રહેતો રોનક મુકેશભાઇ જાની પોતાના રહેણાંક મકાને ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાતી વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોન મારફતે લાઇવ સ્કોર સાંભળી પોતાના ગ્રાહકો પાસેથી મેચના ઓવરના  સેશન મુજબના રન ફેર તેમજ મેચની હાર-જીત ઉપર પૈસાની શરતો, હારજીતના ક્રિકેટ સટ્ટા ઉપર બેટીંગ મેળવી પોતાના આર્થિક ફાયદા સારૂ કપાત કરાવી કમિશન મેળવી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતો હતો.

જેથી તેના મકાનેથી આરોપી રોનક મુકેશભાઇ જાની મળી આવેલ અને મોબાઇલ ફોન ઉપર કપાત કરવાનું ચાલુ હોય જેથી તેને પકડી પાડી જગ્યાએથી રોકડ રૂ.૩૩,પ૦૦/ લેપટોપ-ચાર્જર, ટી.વી. મોબાઇલ ફોન નંગ-૪ મળી કુલ કિં રૂ.૮પ,પ૦૦/ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરેલ છે તેમજ પોતે બેટીંગની કપાત આરોપી નં.(૨) કાનો ઉર્ફે દીલીપ લલીતભાઇ અઢીયા રે.ગોંડલ વાળાનું નામ જણાવતા તે બંને આરોપીઓ વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે ગુન્હો રજી. કરાવેલ છે.

(4:31 pm IST)