Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

માળીયામિંયાણા પાસે અકસ્માતમાં ૨ ના મોત

ટ્રક-ટ્રેલર સામસામા અથડાયાઃ મૃતકો ટ્રેલરના ડ્રાઈવર-કલીનર

 મોરબી, તા. ૨૨ :. માળીયા(મિં.) પાસે ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માતમા બે ના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. મરનાર ટ્રેલરના ડ્રાઈવર - કલીનર હોવાનું જાણવા મળ્યુ છે.

મોરબી-કચ્છ હાઈવે પર માળીયા(મિં.)ના  હરીપર ગામની હાઈવેની ગોલાઈ પાસે આજે બપોરના સમયે એક ટ્રક (નં. જીજે ૧૧ એયુ ૫૪૨૭) મીઠુ ભરીને કચ્છથી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે પાછળ પૂરઝડપે આવતા બંધ ટ્રેલર નં. જીજે ૧૨ બી ડબલ્યુ ૧૦૨૨ના ચાલકે આગળ જતા ડમ્પર પાછળ ઘુસી જતા ડમ્પર ડીવાઈડરની પાળી પર ચડી ગયો હતો.

આ અકસ્માતમાં ટ્રેલર ચાલક અને કલીનર બન્નેના મોત નિપજયા હતા. બન્નેની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવના પગલે હાઈવે પર ટ્રાફીકજામ થતા અને ડ્રાઈવર અને કલીનરના મૃતદેહને ટ્રેલરમાંથી બહાર કાઢવા પોલીસ કામે લાગી છે.(૨-૨૦)

 

(4:30 pm IST)