Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ભાયાવદરમાં દારૂ સાથે ૩ શખ્સો ઝડપાયાઃ કાર જપ્ત

ઉપલેટા તા.૨૨: ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ગઇ કાલે ઝાઇલો ગાડી નંબર જી.જે.૩ જી. એન. ૨૭૫૪ માંથી દારૂની ૪૮ બોટલ મળી આવતા ગંભીરસિંહ નવલસિંહ ઝાલા રે ખાટલી પ્રવીણ (ચોટી) વલ્લભ રે વડાળીવાળો તથા પ્રફુલ(બકો) નાથા મકવાણા રે ખીજડીયા વાળાને પી.એસ.આઇ. ધાંધલ તથા ડી. સ્ટાફે પકડી પાડી બે લાખની ઝાયલો ગાડી તથા ૧૪૪૦૦ ની કિંમતનો દારૂ મળી કુલ રૂ. ૨૧૪૪૦૦નો મુદ્દામાલ કબજે કરેલ હતો આ અંગેની તપાસ એ.એસ.આઇ. મગરા ચલાવી રહયા છે.

દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ

મોટી પાનેલી ગામેથી ધનો અનીલ પોલા રે પાટણ તાલુકો જામજોધપુર વાળો તથા પ્રકાશ અમુત દેગામા તથા સંજય ભીમા બન્ને રે મોટી પાનેલી વાળાને દેશી દારૂ લીટર ૨૪ તથા બે મોટર સાયકલ સાથે મળીને કુલ ૩૫ ૪૮૦ ના મુદ્દામાલ સાથે એ.એસ.આઇ. જે.જે. અનડકટે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

ગધેથડમાં જુગાર રમતા આઠની ધરપકડ

ગધેથડ ગામે જાહેરમાં જુગાર રમતા ગુલાબસિંહ પ્રતાપસિંહ વાળા મુકેશ વલ્લભ લુહાર રમેશ કડવા કોળી રસીક નારણ ગજેરા પ્રદીપ હેમભા વાળા જેઠા ભુવા ચંદુપરી દેવપરી ચંદ્રસિંહ હેમતસિંહને પી.એસ.આઇ. ધાધલે રૂ. ૩૨૭૦૦ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ હતી.

(11:59 am IST)
  • કાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST

  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST