Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જુનાગઢમાં જુગાર દરોડા, પાંચ મહિલા સહિત ૧૧ની ધરપકડ

ભીમ અગિયારસ પૂર્વે જ પાટલા શરૂ

જુનાગઢ તા. ૨૨: જુનાગઢમાં પોલીસે બે જુગાર દરોડા પાડી પાંચ મહિલા સહિત ૧૧ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

આવતીકાલે ભી અગિયારસનું પર્વ છે પરંતુ આ પર્વ પહેલા જ જુનાગઢમાં જુગારના પાટલા શરૂ થઇ જતાં એસ.પી. નિલેશ જાજડીયા એ જુગારની પ્રવૃતિ ડામી દેવા કાર્યવાહી કરવા સૂચના જારી કરી છે.

તે મુજબ શહેરમાં ફાર્મસી ફાટક પાસે આવેલ સાબરીન સોસાયટી અરાફત એપાર્ટમેન્ટ નીચે ચાલતા જુગારધામનો બી ડીવીઝન પોલીસે પર્દાફાશ કર્યો હતો.

અહીંયા પોલીસે જીલુબેન હમીદ શેખ, ગંગાબેન છગન સચદેવ, હીના ધનશ્યામ શેખ, રમાબેન રામજી સોલંકી અને વિજયાબેન હિરજી હિરાણી સહિત પાંચ મહિલાને રૂ. ૬૯૫૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત પોલીસે મધુરમ વિસ્તારની નીલકંઠ.. સોસાયટીમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો  પાડયો હતો. 

અહિંથી પોલીસે ભુરા વજસી રાઠોડ, અરસી જીવભાઇ સોલંકી, પરબત મુળુભાઇ ઓડેદરા, સંજય ચંદુભાઇ કોટક, જેન્તી પોપટલાલ નથવાણી તેમજ જાદવ જીવા ભરાડની રૂ. ૩૮૭૦ ની રોકડ રકમ સાથે જુગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

(11:56 am IST)