Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સાળંગપુરમાં પૂ. મહંત સ્વામીના સાનિધ્યમાં સ્વામીનારાયણ ભગવાનનાં અંતરધ્યાન દિવસની ઉજવણી

સ્વામીનારાયણ મંદિરોમાં વિશેષ પૂજન, અર્ચન, કિર્તન, કથા રસપાન સહિતના કાર્યક્રમોમાં હરિભકતો જોડાયા

રાજકોટ તા. રર :.. સ્વામીનારાયણ ભગવાન અંતરધ્યાન થયા તે દિવસની ઉજવણી આજે સર્વત્ર થઇ રહી છે. આજે સાળંગપુર સ્વામીનારાયણ મંદિર ખાતે પૂ. મહંત સ્વામીનાર સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા છે.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વામીનારાયણ મંદિરોમાં સ્વામીનારાયણ  ભગવાનના અંતરધ્યાન દિવસ ઉજવાયો છે.

પૂર્ણ પુરૂષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર ૪૯ વર્ષ, ર માસ, ૧ દિવસ દર્શન આપીને સંવત ૧૮૮૬ના જેઠ સુદ દશમના ગઢપુરમાં પોતાની લીલા સંકેલીને આલોકમાંથી અંતર્ધાન થયા હતા. આ નિમિતે આવતીકાલે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા પૂજય મહંત સ્વામીની નિશ્રામાં સાળંગપુર ખાતે વિશિષ્ટ આયોજન કરાયું છે.

મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સવારે પઃ૩૦ થી ૭:૩૦, સાંજે ૬ થી ૮ દરમિયાન ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવન-કાર્યનું કથામૃત દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

મહંતસ્વામી મહારાજે આશિર્વચન પાઠવ્યા હતાં. અમદાવાદમાં સ્વામિનારાયણ ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં રાત્રે ૮ થી ૧૦ દરમિયાન કીર્તન, ભકિત, અબજીબાપાની વાતોની પારાયણ કરવામાં આવશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, 'માત્ર ૪૯ વર્ષના ગાળામાં સ્વામિનારાયણ ભગવાને દસેય દિશાઓમાં સદાચાર-શીલને ગુંજતો કર્યો છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી, વચનામૃત જેવા અનેક શાસ્ત્રો જનસમાજ માટે રચ્યા છે.

(11:54 am IST)
  • રેસ-૩ની ૧ સપ્તાહની કમાણી ૧૫૦ કરોડની નજીકઃ ૬ દિવસમાં ૧૩૮ કરોડની કરી કમાણીઃ હવે કમાણીની રેસ પર બ્રેક લાગે તેવી વકી access_time 3:34 pm IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST

  • ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અને દિલ્હીની રાજકીય સ્થિતિ પર મંથન :સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ અને દલિત સમુદાયને પાર્ટી સાથે જોડવા દલિત સંપર્કઃ અભિયાન ચલાવો :ભાજપના અધ્યક્ષ અમિતભાઇએ આપ્યો નેતાઓને નિર્દેશ:મોદી સરકારની ઉપ્લબ્ધીઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં સોશ્યલ મીડિયાનો બખૂબી ઉપયોગ સમજાવ્યો access_time 12:52 am IST