Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

માળીયામિંયાણાના વિરપરડામાં ગેસનો બાટલો ફાટયો

સદનસીબે જાનહાની નથી : ધરવખરીમાં ભારે નુકસાન

મોરબી તા. ૨૨ : માળિયાના વીરપરડા ગામે એક ઘરમાં ગેસનો બાટલો સળગી ઉઠ્યા બાદ બ્લાસ્ટ થયો હતો જોકે સમયસર ઘરના સભ્યો બહાર દોડી જતા કોઈ જાનહાની થવા પામી નથી.

વિરપરડા ગામે રહેતા ઠાકરશીભાઈ હીરાભાઈ સાદરીયાના મકાનમાં ગુરુવારે બપોરના સુમારે ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો નવું ગેસ સીલીન્ડર મંગાવ્યું હોય જે નવું સીલીન્ડર ઉપયોગમાં લેતા લીકેજ હોવાને કારણે બાટલો સળગવા લાગ્યો હતો અને સમય સુચકતા વાપરીને પરિવારના સભ્યો ઘરની બહાર દોડી ગયા હતા અને બાદમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો જેના પગલે રસોડામાં અને ઘરમાં ઘણું નુકશાન થયું હતું અને ઘરનો સામાન વેરવિખેર બન્યો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની ના થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો તો આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને થોડીવાર માટે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

(11:56 am IST)