Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કાલે ભીમ અગિયારસઃ કોરી રહેશે કે મેઘકૃપા વરસશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના આગમનની જોવાતી રાહ

 જૂનાગઢ તા. રર :.. આવતીકાલે ભીમ અગિયારસ કોરી રહેશે કે પછી મેઘકૃપા થશે તેવો સવાલ જગતના તાત સહિતનાંલોકોમાંથી ઉઠયો છે.

ચોમાસાના સત્તાવાર પ્રારંભને એક સપ્તાહ વીતી જવા આવેલ છે.  પરંતુ હજુ મેઘરાજાની પધરામણી થઇ નથી વર્ષા વિજ્ઞાન મંડળના આગાહીકારોએ આ વર્ષ ૧૬ આની હોવાની આગવી કરી છે. પરંતુ હજૂ મેઘરાજા ડોકાયા ન હોવાથી ચિંતાના વાદળા ઘેરાયા છે.

એક અઠવાડીયાથી વાદળીયુ વાતાવરણ પ્રવર્તે છે. વાદળા અને પવનને લઇ ગરમી ઘટી ગઇ છે. બફારો -ઉકળાટ વધ્યા છે. આવતીકાલે ભીમ અગીયારસનું પર્વ છે. આ પર્વ પર વરસાદ થવાની આશા સેવાઇ રહી છે.

સામાન્યતઃ ભીમ અગિયારસનાં દિવસે પધરામણી થાય એટલે ખેડૂતો વાવણી સહિતનાં કામકાજનો પ્રારંભ કરે છે આમ આવતીકાલે  મેઘકૃપા થશે કે કેમ ? તેવો સવાલ પુછાયછ રહ્યો છે.

દરમ્યાન આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ર૭.પ ડીગ્રી રહ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૧.૬ કિ.મી.ની હોવાનું કૃષિ યુનિ.ના હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું.

(11:48 am IST)