Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મોરબી જીલ્લામાં આગામી માસથી ઓરી રૂબેલા રોગો સામે રસીકરણ ઝુંબેશ

મોરબી, તા.૨૨: ઓરી જેવા રોગો પ્રત્યે નાગરિકો ગંભીરતા દાખવતા નથી જેથી આવા રોગોના ગંભીર પરિણામો જોવા મળતા હોય છે જેથી મોરબીના એસોસીએશન ઓફ પીડીયાટ્રીશીયન્સ દ્વારા આવા ચેપી રોગો વિષે માર્ગદર્શિકા જાહેર કરી રોગોથી બચવા જરૂરી સૂચનો આપ્યા છે.

એસોસીએશન ઓફ પીડીયાટ્રીશીયન્સ દ્વારા વાલીઓ અને દર્દીઓ માટેની માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે ઓરી એક જીવલેણ ચેપી રોગ છે જેના કારણે બાળકોમાં વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે એ જ રીતે રૂબેલાથી ગર્ભવતી સ્ત્રીને ગર્ભપાત, પ્રસ્વ અને મૃત પ્રસવની શકયતાઓ વધી જાય છે જે સંપૂર્ણ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ સાકાર દ્વારા એક રાષ્ટ્ર વ્યાપી અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૦ સુધી ઓરીને નાબુદ કરવા તેમજ રૂબેલાને નિયંત્રણ કરવાના હેતુથી આ અભિયાન અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને ૧૫ જુલાઈથી આયોજન કરેલ તારીખ પ્રમાણે આંગણવાડીએ જાતા અને આંગણવાડીએ જતા તેમજ શાળાએ ના જતા તમામ બાળકોને ઓરી-રૂબેલા ની એક રસીથી રક્ષિત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

બાળકોને અગાઉ રસી આપવામાં આવી હોય તો પણ રસી અપાવવી જરૂરી છે આ અભિયાન અંતર્ગત ૧૬ રાજયોમાં પ્ય્ રસીકરણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે અને તબક્કાવાર દેશના તમામ બાળકોને રસી આપવામાં આવશે આયોજન મુજબ ૧૫ જુલાઈથી તમામ આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવશે જે સમયમાં બાળકોને ખાસ રસી અપાવવી.

એસોસીએશન of પીડીયાટ્રીશ્યન અને ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચના તમામ ડોકટરો આ અભિયાનમાં સંપૂર્ણ સહકાર આપે છે અને રસીકરણ ઝુંબેશ દરમિયાન રસી આપવા એસોના પ્રમુખ ડો. દિનેશભાઈ પટેલ, સેક્રેટરી ડો. મનીષભાઈ સનારીયા અને ખજાનચી ડો. સંદીપ મોરીએ અનુરોધ કર્યો છે.

(11:33 am IST)