Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

વડિયામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી

વડીયાઃ આંતરરાષ્ટ્રીય યોગદીન પ્રસંગે યોગ દ્વારા શરીરને નિરોગી બનાવી મન ને સ્વચ્છ રાખીએ ના વિચારો અને યોગદિન પ્રસંગે વડિયા ની કન્યાવિદ્યાલય મા આજે આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણી કરવામાં આવી. વડિયાની કન્યાવિદ્યાલય માં સવારે ૭ કલાકે વડિયાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી તેમજ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફ અને શિક્ષકો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત આંતરરાષ્ટ્રીય યોગદિન ની ઉજવણી કરીને શરીરને નિરોગી અને મનને સ્વચ્છ રાખીએના વિચારો સાથે યોગદિનની ઉજવણી કરી હતી જેમા વડિયા ના લેડીઝ પી.એસ.આઈ જી,ડી આહિર મામલતદાર ચુડાસમા અને તમામ શિક્ષકો હાજર રહેશે.(તસ્વીર જીતેશગીરી ગોસાઈ વડિયા)

(11:32 am IST)