Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ધોરાજી નવા બનેલા ડામર રોડમાં ગેરરીતીઃ ફીનીશીંગનો અભાવઃ તડકાને લીધે ડામર પીગળવા લાગ્યો

રાહદારીના પગમાં અને વાહનમાં ડામર ચોટતા શહેરીજનો પરેશાન

ધોરાજી તા ૨૨:  ધોરાજી શહેરની જનતાએ અવારનવાર અપનાવેલ આંદોલનના માગર્ના અંતે રોડ રસ્તા, ભુગર્ભ ગટરોજેવી પાયાની સુવિધાઓ માંડ માંડ પ્રાપ્ત થઇ છે ત્યારે શહેરમાં તાજેતરમાં  જ નવા બનેલા ડામર રોડ ખુદે શહેરજનો માટે માથાનો દઃુખાવો બનવા પામ્યા છે.

ધોરાજી શહેરમાં ત્રણ દરવાજાથી લઇને સોની બજાર સુધીનાતાજેતરમાં જ નવા બનેલા ડામર રોડની તો ડામર સપાટીથી મઢેલા ડામર રોડ પર ગરમીને કારણે ડામર પીગળવા લાગ્યો છે. ડામર રોડના કામ બાદ અમુક જગ્યાએ રોડ પર સિમેન્ટ કે કેમીકલ જેવા પદાર્થોનું ફિનીશીંગ ટચ કરવામાં આવ્યું નથી તો અમુક જગ્યાએ ઓછી માત્રામાં આવી કામગીરી કરવામાં આવી હોવાથી ગરમીનેલઇને રસ્તાનો ડામર રેલાવા લાગ્યો છે. જેમને લઇને રસ્તા પર ચાલતા રાહદારીઓના પગ ચોટી જવા સહિતના દ્રશ્યો શહેરની બજારમાં જોવા મળી રહ્યા છે. તો રાહદારીઓ ના કપડામાં ડામરના ડાઘ પડતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ અકસ્માતનો ભય પણ લોકો વ્યકત કરી રહ્યા છે.  ધોરાજી શહેેરમાં રોડ રસ્તા ના મેટલિંગ કામ હોય કે ડામર રોડ ના કામો હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે. શહેરમાં રોડ રસ્તાની કામગીરી નબળી હોય એવી અનેક ફરીયાદો તંત્ર સમક્ષ આવી હતી. કામગીરી નબળી હોવાની ફરીયાદ અન્વયે જીલ્લા કલેકટરએ ધોરાજીમાં જાત નિરીક્ષણ કરવા દોડવું પડયું હતું રોડ રસ્તાના કોન્ટ્રાકટર ને અનેક  વખત નોેટીશ અપાઇ. ફોજદારી કાર્યવાહી સુધી લઇઁ જવા તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં રોડ રસ્તા ની કામગીરી પૂર્વવત ચાલતી રહી અને આજે પણ એ જ પ્રકારનું કામ ચાલતું હોવાના દ્રશ્યો લોકો પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે. જેમને લઇને તંત્ર દ્રવારા ઘટતુ કરવા માટે તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. (તસ્વીર કિશોર રાઠોડ ધોરાજી)

(11:30 am IST)