Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

વિંછીયા તાલુકા પંચાયત દ્વારા યોગ દિવસની ઉજવણી

વિંછીયાઃ વિંછીયા તાલુકા પંચાયત દ્વારા આયોજીત શ્રી ઉમિયા શૈક્ષણિક સંકુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પ૦૦ વિદ્યાર્થીઓ, તાલુકા પંચાયતના રપ કર્મચારીઓ, વિંછીયા તાલુકાના પ્રાથમિક વિભાગના રપ શિક્ષકો અને ર૦ તાલુકાના આગેવાનો સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. વિંછીયા તાલુકા વિકાસ અધિકારી બેલીમભાઇ, પ્રાથમિક શિક્ષણાધિકારી દેસાણીભાઇ, બી.આર.સી. ખલ્યાણીભાઇ, સીઆર.સી. સંજયસિંહ પરમાર, વિંછીયા તાલુકા પંચાયત સભ્યશ્રી કિશોરસિંહ ગોહિલ, વિંછીયા યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા, વા.ચેરમેન વશરામભાઇ કોરડીયા, ભાજપના આગેવાન ઉકાભાઇ રબારી, સંસ્થાના પ્રમુખ ભુપતભાઇકેરાળીયા, તથા કેમ્પસ ડાયરેકટર કે. એમ. પટેલ તેમજ શૈક્ષણિક સંસ્થાના આચાર્ય ધર્મેશભાઇ ભુવા, શિક્ષકગણ પ્રતિકભાઇ રોજાસરા, સુભાષભાઇ દેવાણી, મામૈયાભાઇ સુસરા, હરેશભાઇ રાજપરા, ચંદુભાઇ જાંબુકિયા, કિરીટભાઇ કેરાળીયા, ભાવેશભાઇ જાદવ, લાલજીભાઇ  ભટાસણા, સંજયભાઇ વાઘેલા, વિજયભાઇ ગોસાઇ, દિપીકાબેન ગોસાઇ, વૈશાલીબેન દલસાણિયા, રવિનાબેન દલસાણિયા, સુનિતાબેન બાવળીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આભારવિધી પી.ટી. શિક્ષક શ્રી માધવભાઇ મીઠાપરાએ કરી હતી. તસ્વીરમાં યોગમાં જોડાયેલ વિદ્યાર્થીઓ નજરે પડે છે.

(11:23 am IST)
  • અમદાવાદનાં પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝાપટા : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે સાંજે વરસાદનુ આગમન થતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. : નરોડા,નારોલ,વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા.વરસાદ પડતા બફારામાંથી લોકોને રાહત મળી હતી. access_time 7:30 pm IST

  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST