Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ધોકડવામાં સુપર સોનિક પ્લેન પસાર થયાં બાદ ધડાકાનો પ્રચંડ અવાજ થયેલ

ઉના તા. ૨૨: ગઇકાલે ગીરગઢડાના ધોકડવામાં બપોરે થયેલ મોટા ધડાકા અંગે મામલતદારશ્રી કોરડિયાએ જણાવેલ કે, સુપરસોનિક જેવા હાઇસ્પીડ પ્લેન પસાર થયાં બાદ પ્રચંડ અવાજ થયો હતો.

આકાશમાંથી હાઇસ્પીડ પ્લેન પસાર થવાની સાથે અવાજની અદ્રશ્ય દિવાલ બને છે જે વિમાન પસાર થયાં બાદ તુટતા ધડાકા સાથે પ્રચંડ અવાજ થયેલ, આ ધડાકાથી મકાનના સ્લેબ અને નળિયા હલબલી ગયાં હતા.

(11:22 am IST)