Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મચ્છુ ૨ કેનાલ કટિંગનું કામ કયારે પૂરું થશે ?

મોરબી, તા.૨૨: જીલ્લામાં મચ્છુ ૨ કેનાલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલતું હોવા છતાં હજુ કામ પાંચ ટકા જેટલું જ થયું હોય જે મામલે સરપંચ એસો દ્વારા ઉચ્ચ પક્ષે રજૂઆત કરીને કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે.

મોરબી તાલુકા સરપંચ એસો દ્વારા રાજયના સિંચાઈ મંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં આવેલ મચ્છુ ૨ કેનાલનું કામ ૨ વર્ષથી ચાલી રહ્યું છે પરંતુ કેનાલમાં કામ ૫ ્રુ પણ થયું નથી જેના કારણે ખેડૂતોને પાણીની હાલાકી થશે જેથી કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે આ કેનાલનું કામ કયાં કારણોસર બંધ રાખેલ છે તેનો પણ કોઈ અધિકારી જવાબ આપતા નથી અને સંતોષકારક જવાબ નહિ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે જેથી આ કેનાલનું કામ યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેની તકેદારી લેવાની માંગ કરવામાં આવી છે મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથીની આગેવાનીમાં તાલુકા સરપંચ એસો લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોના હિતને ધ્યાને લઈને ઝડપથી કેનાલનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહયા છે.

(11:19 am IST)