Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કાલે મોરબી જિલ્લાની શાળામાં કન્યા કેળવણી -શાળા પ્રવેશોત્સવ

 

મોરબી :રાજ્યવ્યાપી શહેરી વિસ્તારનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮નો કાલે  પ્રાંરભ થઈ રહ્યો છે. જે અંતર્ગત કાલે મોરબી જિલ્લા શહેરી વિસ્તારમાં આવેલી હાઇસ્કૂલો તથા પ્રાથમિક શાળાઓમાં ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમભાઇ ગેડીયા તથા ગુજરાત રાજય વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમના ઉપાધ્યક્ષ નટુભાઇ મકવાણા તેમજ જુદી જુદી કચેરીઓના અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે.

   મોરબી જિલ્લાની ચાર નગરપાલીકા વિસ્તારમાં યોજાનાર શહેરી શાળા પ્રવેશોત્સવમાં કુલ-૭૮ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ ધોરણમાં કુમાર-૭૭૨ અને ૭૯૯ કન્યામળી કુલ ૧૫૭૧ બાળકોને તથા હાઇસ્કૂલમાં ધોરણ-૯માં ૧૯ હાઇસ્કૂલમાં મળી કુમાર ૧૦૦૯ અને કન્યા ૧૫૫૮ મળી કુલ -૨૫૬૭ બાળકોને રંગેચંગે ઉત્સાહમય વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવાશે.

(10:10 pm IST)