Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મોરબીના જુના બસ ડેપોમાં બસમાંથી પડી જતા ઇજા મુસાફરે ડ્રાઈવર અને કંડકટર સામે ફરિયાદ નોંધાવી

 

મોરબીના જુના બસ ડેપોમાં એક મુસાફર બસમાં પડી જતા તેણે ઈજાઓ પહોંચી હતી અને મામલે મુસાફરે પોલીસ મથકમાં ડ્રાઈવર અને કંડકટર સામે ફરિયાદ નોંધાવી છે.

   મોરબીના બીલીયા ગામના રહેવાસી રવજીભાઈ પરમાર (ઊવ ૫૩) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ જાન્યુઆરીના  રોજ તે સવારના સમયે જુના બસ સ્ટેન્ડમાં બસમાંથી ઉતરતી વખતે ઓચિંતા બસ ચાલુ કરી આંચકો મારતા ફરિયાદી રવજીભાઈ પરમાર પડી જતા તેણે મણકામાં ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી અને આજદિન સુધી સમાધાનની વાતચીત ચાલતી હતીજે સારવારનો ખર્ચ નહિ આપતા અને સમાધાન નહિ થતા મોડી ફરિયાદ કરી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું છે

ડીવીઝન પોલીસે એસટી કર્મચારી છત્રસિંહ મૂળરાજસિંહ પરમાર અને જયેન્દ્રસિંહ જુવાનસિંહ રાઠોડ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(10:13 pm IST)