Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મોરબી એકટીવા પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો આરોપી દિનેશ નગર ઝડપાયો.

સીલપેક બોટલને વેચાણ કરવાના રાખી ઈરાદે હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું

મોરબીમાં સુપર માર્કેટ રોડ ઉપર એક્ટિવા પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો શખ્શ ઝડપાયો છે.
  આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ સુપર માર્કેટ રોડ ઉપર ઉપર પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી દિનેશભાઇ જેમલભાઇ નાગર રૂ.30 હજારની કિંમતનું પોતાના હવાલાવાળા એકટીવા નં.  GJ-36-M-4810 પર નીકળતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બલેન્ડરર્સ સીગ્નેચર રેર એગ્ડ વ્હિસ્કી ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લીની ૭૫૦ એમ.એલ ની કંપની સીલપેક બોટલ-૨ કિ.રૂ.૨૦૦૦ ને વેચાણ કરવાના રાખી ઈરાદે હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે.

(10:06 pm IST)