Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

માળિયા દેશીદારૂની હેરાફેરી કરતી મહિલા :મોરબીમાં એક શખ્શ ઝડપાયો.

સરાજાહેર દેશી દારૂની ડિલિવરી કરવા જતી મહિલા ઝડપાઈ.

મોરબી :માળીયામાં ત્રણ રસ્તાનેશનલ હાઈ-વે રોડ પર સરાજાહેર દેશી દારૂની ડિલિવરી કરવા જતી મહિલા ઝડપાઈ છે. હાલ માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ રસ્તા નેશનલ હાઈ-વે રોડ પર માળીયા પોલીસેની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન મહિલા આરોપી રૂક્શાનાબેન શીકંદરભાઇ પઠાણ રૂતી સુઝૂકી કંપનીનુ એક્શેસ ૧૨૫ GJ-36-Q-4760 પર નીકળતા પોલીસે તેને અટકાવીને તેની તલાશી લેતા
દેશી દારૂ મળી આવ્યો હતો. અને પોલીસને રૂક્શાનાએ કબૂલાત આપી હતી કે તે મુસ્તાક મીયાણા નામના આરોપી માટે આ દેશી દારૂની હેરાફેરી કરે છે.અને આ દારૂની ડિલિવરી તેને કરવા જતી હતી.હાલ પોલીસે પ્રોહિ એક્ટ કલમ ૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબ ગુનો નોંધી દેશીદારૂના બુગીયા નંગ-૨૦લીટર -૧૦૦ કિ રૂ ૨,૦૦૦ નો મુદામાલ ભરી ગે.કા રીતે વગર પાસ પરમીટે આરોપીનં-(૨) વાળો માલને હેરા ફેરી કરી દેશીદારૂ ભરેલ મો.સા સાથે કુલ રૂ-૩૨,૦૦૦/- ના મુદામાલ સાથે મહિલા આરોપી રૂક્શાનાની ધરપકડ કરી છે. જયારે મુસ્તાક મીયાણાને ઝડપવા કાયદેરસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

(10:05 pm IST)