Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો

સતત આર્થિક સંકડામણ અને પુત્રની અપંગતાની દુઃખને લઇને ખેડૂતે પોતાની વાડીએ શેઢા પર જેરી જંતુનાશક દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.સતત આર્થિક સંકડામણ અને પુત્રની અપંગતાની દુઃખને લઇને ખેડૂતે પોતાની વાડીએ શેઢા પર જેરી જંતુનાશક દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે રહેતા ૬૫ વર્ષીય ખેડૂત રવજીભાઈ રાસમિયા પોતાની વાડીએ શેઠે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન સારવાર અર્થે ખસેડાયેલા વૃદ્ધને હોસ્પિટલ બિછાને મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે ખેડૂત નાનાભાઈએ જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.. મૃતક નાના ભાઈ નિવેદન મુજબ મરણ જનાર છેલ્લા આશરે બે વર્ષથી આર્થિક સંકડામણમાં હોય અને તેમનો એક દીકરો અપંગ હોય જેના લગ્ન બાકી હોય અને સતત ચિંતા માં રહેતા હોય જેથી જિંદગીમાં કંટાળી જઇ વાડીના શેઢા પર પોતાની જાતે જ ખેતી ના પાક માં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કર્યો હતો દરમિયાન તેમનું સારવાર હેઠળ મૃત્યુ નીપજયું હતું ખેડૂતોના આપઘાતના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું

(9:13 pm IST)