Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જાફરાબાદમાં બઘડાટી પ્રકરણમાં પ૦૦ સામે ગુન્હો

જીવલેણ હુમલો, પથ્થરોના ઘા સહિત જુદી-જુદી ફરિયાદો બાદ કાર્યવાહીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જાફરાબાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ અમરેલીઃ જાફરાબાદમાં પગારના પ્રશ્ને બઘડાટી બોલ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

અમરેલી તા. રરઃ જાફરાબાદમાં સામા કાંઠા વિસતારમાં રહેતા અજયભાઇ ભગુભાઇ બાંભણીયા નામના ખારવા યુવાન સહિત સાહેદો તેમના સમાજની બોટમાં આઠ મહિના ખલાસી તરીકે બંધાયેલા હોય અને કોરોના વાયરસ આવતા બે મહિનાનો પગાર બોટ બંધ હોય  ચડી ગયેલ હોય આ બાબતે રજુઆત કરવા જતા તુલસી ભગુ ચાઇનીઝ વાલા, રાજેશ પોરબંદર વાળો સહિત પંદર શખ્સોના ટોળા દ્વારા તલવાર વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા કરી સાહેદને પણ નાની મોટી ઇજા કરી હતી.

જયારે સામે પક્ષેથી નારણ કલ્યાણભાઇ બાંભણીયા દ્વારા પોલીસમાં નોંધાવેલ ફરીયાદ અનુસાર હરજી ઉર્ફે પોપટ વાળાને બોલાવી મીટીંગ ખલાસી સાથે ફીશીંગ માટે શું કામ બોલાવી કહી કાવત્રુ રચી ભાવેશ ઉર્ફે બાકી વાળા મંગા બારૈયા, મંગા ઉર્ફે બાકીવાળા બારૈયા સહિત ૪૦૦થી વધુ ટોળુ એકઠું થઇ એસોસીએશનના પ્રમુખ વિરૂધ્ધ ખોટી ઉશ્કેરણી કરી સ્ત્રી-પુરૂષો મળી ટોળા દ્વારા બઘડાટી બોલાવી મકાનમાં પ્રવેશી ઘર વખરી ચિજ વસ્તુ, મોબાઇલ, રોકડ મળી પ૦,૦૦૦ની લુંટ, તોડફોડ કરી કોરોના વાયરસ જાહેરનામાનો ભંગ કર્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

આ ઘટનાની જાણ પોલીસને થતા એસ.પી. નિર્લીપ્તરાય સહિત સ્ટાફ જાફરાબાદ દોડી ગયો હતો અને ચુસ્ત પગલા લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:41 pm IST)