Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

દ્વારકા-કલ્યાણપુર પંથકમાં નર્મદાની મુખ્ય લાઇનમાં પંચર પાડી પાણી ચોરીનું કૌભાંડ

દ્વારકાના ગોરીયારી સીમ અને કલ્યાણપુરના રાણ ગામે ખેતી-ઘર ઉપયોગ માટે પાઇપ મુકી પાણી ચોરી કરતા ર૮ ઝડપાયાઃ ૧ર,૦પ,૦૦૦નો દંડ ફટકાર્યોઃ પાણી પુરવઠા વિભાગની કામગીરી

 ખંભાળીયા તા. રર : દ્વારકાના ગોરીયારી સીમ અને કલ્યાણપુરના રાણ ગામેથી પસાર થતી નર્મદાની મુખ્ય લાઇનમાં પંકચર પાડી ખેતિ અને ઘર ઉપયોગ માટે ગેરકાયદેસર કરવામાં આવતી રૂ. ૧ર લાખની પાણી ચોરી ઝડપાતા કુલ ર૮ ઇસમો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

એક બાજુ ઉનાળામાં પાણીની તિવ્ર અછતથી લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. સરકાર દ્વારા નર્મદા લાઇન માફરત આપવામાં આવતા પાણીની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી રહી હોવાથી મુખ્ય ટાંકાઓ સુધી પાણી ન પહોચતું હોવાની વ્યાપક ફરીયાદો ગામના સરપંચો દ્વારા કરવામાં આવતા જેના પગલે છેલ્લા ઘણાં સમયથી દ્વારકા જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીચોરી કરતા ઇસમો પર શખ્ત કાર્યવાહી હાથ ધરી લાખો રૂપિયાની પાણી ચોરી ઝડપી પાડી છે ત્યારે ગત તા.ર૧ ના રોજ વધુ બે જગ્યાએથી પાણી ચોરી ઝડપાયી છે. જેમાં દ્વારકાના ગોરીયારી સીમમાંથી પસાર થતી નર્મદાની લાઇનમાં ગેરકાયદેસર રીતે પંકચર પાડી પાઇપ લાઇન મારફત પાણી વાડીમાં ઉપયોગ કરતા હોવાની માહિતીના આધારે દ્વારકા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી ચેકીંગ હાથ ધરતા ઉપરોકત જગ્યાએ પાણી ચોરી કરતા ખીાભાઇ રામભા પુનસીયા, હરીસંગભા પોલાભા સુમણીયા, ભીખાભા મિયાઝરભા સુમણીયા, ભીખુભા વિદ્યાભા માણેક, વિદ્યાભા, ચનાભા માણેક વિરૂદ્ધ રૂ.પ,૬પ,૦૦૦ ની સરકારી સંપતીમાંથી પાણી ચોરી કર્યાની ફરીયાદ દ્વારકા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજેનર ભરત પટેલ દ્વારા નોંધાવવામાં  આવી છ.ે

બીજા બનાવમાં કલ્યાણપુર તાલુકાના સાની ડેમથી લીંબડી અને રાણથી જુવાનપરની ટાંકીમાં પાણી પહોંચાડવા માટેની લાઇનમાં રાણ ગામ નજીક પંકચર પાડી નળી, પાઇપનું જોડાણ કરી કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરતા હોવાનું જણાતા કલ્યાણપુર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા રાણ ગામની સીમમાં રહેતા જેસા ભીખા, સાખરા, માધા માવા જાદવ, પોપટ ગોવિંદ કઝારીયા, રમેશ કરશન કણઝારીયા, નાનજી મનજી કણઝારીયા, અરવિંદ માધા કણઝારીયા, બાબુ ભીખા કણઝારીયા, કુરીજી ભીમા હડીયલ, મનસુખ ધના કણઝારીયા, મોહન દેવરાજ ડાભી, દેવરાજ જેઠા હડીયલ, પેથા વિરજી સોનગરા, ગોકુલ ખાનગી શાળાના સંચાલક, રમેશ દેવજી કછટીયા, ડાયા મવા જાદવ, માધા ડાયા હડીયલ, રણછોડ માવા, જાદવ, દેવસી માવા જાદવ,કરશન દેવરાજ જાદવ, અશોક વિરજી કણઝારીયા,વિનોદ ભીખા પરમાર, નરોતમ મારાજ,દેવજી માંડણ કછટીયા તમામ ગેરકાયદેસર રીતે સરકારી પાઇપ લાઇનમાંથી ઘર તેમજ ખેતીના ઉપયોગ માટે પાણી ચોરી કરતા હોવાનું સામે આવતા અત્યાર સુધીમાં કુલ રૂ.૬,૪૦,૦૦૦ની પાણી ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવતા ઉપરોકત તમામ વિરૂદ્ધ કલ્યાણપુર પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ ગોપાલજીભાઇ રાજયગુરૂએ કલ્યાણપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ કાર્યવાહીમાં મદદનીશ ઇજનેર  રાજેશ ચાવડા, નાયબ મામલતદાર એચ.વી. ખાખરીયા, કે.ડી.પુરોહીત, વિસ્તરણ અધિકારી તથા પોલીસ સ્ટાફ જોડાયા હતા.

(4:00 pm IST)
  • ચૂંટણીપંચે 'વીવીપેટ' મત ગણતરી અંગે બેઠક યોજી છે : આજે મોડેથી સાંજે ગાઈડલાઈન જાહેર કરશે : બેઠક ચાલુ : વીવીપેટ મશીનોની પરચી મેચ કરવાની વાતથી પરિણામ મોડા થશે access_time 1:13 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST

  • મોહનભાઇ કુંડારીયાની જાહેરાત કાલે ભાજપનો વિજય થશે તો પણ પડધરી-ટંકારા વિસ્તારમાં કોઇ જ વિજય સરઘસ નીકળશે નહિ ! : રાજકોટમાં વિજય સરઘસ કે ઉજવણી કરવી કે કેમ તે અંગે વિજયભાઇ નિર્ણય લેશે : કોંગી ઉમેદવાર લલીતભાઇ કગથરાના યુવાન પુત્રના અકાળે અવસાનના પગલે મોહનભાઇનો સ્તુત્ય વિચાર access_time 1:17 pm IST