Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મોરબીની સગીરાનું અપહરણનોઆ આરોપી પરપ્રાંતીય શખ્શના 27મી સુધીના રિમાન્ડ મંજુર

માનવ તસ્કરી સ્કવોડ અને બી ડીવીઝન ટીમે આરોપીને ઝડપી લઇ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા

મોરબીઃ ગયા વર્ષે એક પરપ્રાંતીય શખ્શ દ્વારા એક સગીરાનું અપહરણ થયેલ હતું  પરપ્રાંતીય શખ્સ મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે તેને દબોચી લઈને કોર્ટમાં રજૂ કરતા આરોપીને તા, 27 સુધીના પોલીસ રિમાન્ડ પર સોપાયો છે

આ અંગે મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારની રહેવાસી સગીરાનું ગત તારીખ 29-08-18ના રોજ ઓરિસ્સાનો રહેવાસી માનસપાત્ર ગંગારામપાત્ર નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો

   આ મામલે સગીરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસ તપાસ ચલાવી રહી હતી. આ દરમિયાન સગીરાનું અપહરણ કરનાર ઓરિસ્સાનો શખ્સ મોરબી આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને પગલે માનવ તસ્કરી સ્કવોડ અને બી ડીવીઝન ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. સગીરા અપહરણના આરોપીને ઝડપી લઈને પોલીસે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને તારીખ 27 સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો હુકમ કર્યો છે.

(1:55 pm IST)
  • ચૂંટણીપંચ કહે છે વિપક્ષોની માંગણી મુજબ ઈવીએમ મતોની ગણતરી કરીએ તો કાલે બપોર પછી મતગણતરી શકય બને : અંતિમ પરિણામો માટે ૨ થી ૩ દિવસ લાગી શકે access_time 1:14 pm IST

  • ચૂંટણીપંચે જાહેર કર્યુ છે કે જો ઈવીએમ મતો અને વીવીપેટ મશીનોની પરચી વચ્ચે અસંગતતા (મિસ-મેચ) જોવા મળશે તો વીવીપેટ મશીનોની પરચીઓની ગણતરી માન્ય રહેશે અને ઈવીએમ મતોની ગણતરી માન્ય રહેશે નહિં access_time 4:07 pm IST

  • આણંદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ૬ના મોત : ૧૦ થી વધુ ઘાયલ : આંકલવાવ તાલુકાના ગંભીરા ગામ પાસે ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત : ૬ વ્યકિતએ ઘટનાસ્થળે દમ તોડ્યો : ૧૦થી વધુને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયા access_time 4:57 pm IST