Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

હળવદના ટિકરમાં દારૂના દરોડા સમયે પીએસઆઇ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર ૭ શખ્સોના રિમાન્ડની તજવીજ

હળવદ, તા. રરઃ હળવદના ટીકર ગામ પાસે આવેલા રણમાં સાંતલપુરથી મંગાવેલો ઈંગ્લીશ દારૂ જી.જે,૩૬ બી.૭૬૦૦ નંબરની સ્વીફ્ટ ગાડી તથા જી.જે ૩૬ ટી.૪૮૫૩ નંબરના બોલેરો પિકઅપ વાહનમાં બુટલેગરો કટીંગ કરી રહ્યાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળી હતી.જેના આધારે હળવદ પી.આઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી પનારા,સી.એમ ઠાકોર, યોગેસદાન ગઢવી, મુમાભાઈ રબારી,ગંભીરસીહ, બીપીનભાઈ પરમાર, વનરાજસીહ, કિરીટભાઈ, વિપુલભાઈ સહિતનો ડી સ્ટાફ ખાનગી ડમ્પરમાં હળવદના ટીકર રણમાં ત્રાટકયા હતા.જયારે બીજા પીએસઆઈ મૂળિયા પોતાની જીપ સાથે ગયા હતા.આ રીતે હળવદ પોલીસે ટિકર રણમાં દારૂનું કટીંગ કરી રહેલા બુટલેગરોને કોર્ડન કરી લીધા હતા.તેથી બુટલેગરોની ભીંસ વધતા એક બુટલેગરે પોતાની કાર પીએસઆઈ મૂળિયાની જીપ પર ચડાવવાનો પ્રયાસ કરીને ભાગી છૂટ્યો હતો જોકે પીએસઆઈનો બચાવ થયો હતો.બાદમાં હળવદ પોલીસે દ્યટનાસ્થળેથી રાહુલ પ્રભાત ચાવડા, ભરત લાભુ રાઠોડ, જીજ્ઞેશ રોહિત ચાવડા, વિજય પ્રવિણ તાડીયા, કલ્પેશ કાંતિલાલ મકવાણા, મહેશ થોભણ જાબુકીયા, જયૂભા પંચાણસિંહને રૂ.૧.૧૨ લાખના ઈંગ્લીશ દારૂ બોટલો ૩૦૦ તથા બોલેરો, સ્વીફ્ટ ગાડી,૯ મોબાઈલ, મળીને કુલ રૂ.૧૦.૨૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.હળવદ પોલીસે ફિલ્મી ઢબે દારૂની રેડ કરીને બુટલેગરોને ભો ભીતર કરી દીધા હતા.ઝડપાયેલા શખ્સોના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. (૯.ર)

(1:27 pm IST)