Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ધોરાજી નવા બસ સ્ટેન્ડ પાસે ગંદા પાણીના તળાવો

ધોરાજી : નવા બસ સ્ટેન્ડ પાછળ ભુગર્ભ ગટરો છેલ્લા ઘણા દિવસોથી છલકાતા ગટરો છલકાઇને પાણીના ખાડાઓ ભરાય છે. અને આજુ બાજુ રહેતા લોકોને ગટરોના પાણીની દુર્ગંધથી ત્રાસી ગયેલ છે. તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ગટરોનું સફાઇ કામ કરવા આવતું નથી ગટરોના ગંદા પાણીના ખાબોચીયામાં મચ્છરો અને ગંદકીથી લોકો હેરાન - પરેશાન થઇ ગયેલ છે. ગટરોના છલાકાતા પાણીના તળાવોની તસ્વીર.

(1:24 pm IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને પાઠવ્યો સંદેશો :કહ્યું આગામી ર૪ કલાક મહત્વના, તમે ખુબ જ સાવધ રહેજો. તમે સત્ય માટે લડો છો, તમે ખોટા એકઝીટ પોલના તારણોથી નિરાશ ન થશો. તમે તમારી જાત અને કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ રાખજો, તમારી મહેનત એળે જવાની નથી access_time 1:26 am IST

  • અંદામાન-નિકોબારમાં ૫.૮ની મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકાઃ અંદામાન-નિકોબાર ટાપુ સમૂહ ઉપર આજે સવારે મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે રીક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા ૫.૮ની નોંધાઇ હતીઃ જાનમાલની નૂકસશાનની કોઇ ખબર નથી access_time 11:08 am IST

  • ચૂંટણીના પરિણામ બાદ હિંસાની આશંકા : ગૃહમંત્રાલયે તમામ રાજયોમાં એલર્ટ જારી કર્યુ તમામ રાજયોના ડીજીપી અને મુખ્ય સચિવને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના આદેશ આપ્યા : સ્ટ્રોંગરૂમની સુરક્ષા વધારવા કહેવાયુ : મતગણતરી પહેલા જ સુરક્ષા તંત્રને એલર્ટ કરાયુ access_time 6:30 pm IST