Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ધ્રાંગધ્રા સબ જેલમાં મધરાતે પોલીસ ત્રાટકી ૭ મોબાઇલ સહિત પ્રતિબંધીત વસ્તુઓ મળી

વઢવાણ તા. રર : ધ્રાંગધ્રા સહિત જીલ્લાની દરેક જેલમાં કાળજી રાખવા છતાં પણ કોઇને કોઇ રીતે નવી મોડસ ઓપરેન્ડીથી પ્રતિબંધીત ચીજ વસ્તુ કેદીઓ પાસે પહોંચી જાય છે. ત્યારે હાલમાં જ સુરેન્દ્ર સબ જેલનો વિડીયો ખુદ કેદીઓએ જ વાઇરલ કર્યા બાદ જીલ્લાભરનું તંત્ર એકટીવ થયું હતું.

આ બાદ તમામ સબજેલોમાં જેલગાર્ડનું પ્રમાણ વધારી દરેક ચીજવસ્તુ પર ખાસ નજર રાખી તપાસ કરવામાં આવતી હતી છતા ગઇકાલે ધ્રાંગધ્રા સબજેલમાં મોડી રાત્રે ડી.વાય.એસ.પી. આર.બી.દેવધા, સીટી પી.આઇ. ખુમાનસિંહ વાળા, તથા જીલ્લા એલ.સી.બી.ના સંયુકત સ્ટાફે સંકલન કરી અચાનક દરોડો કરતા સબજેલમાં રહેલા કાચાકામના કેદીઓમાં અફરાતરફી મચી ગઇ હતી. પોલીસ અચાનક સબજેલમાં પહોંચતા મોડી રાત્રે દરોડા દરમિયાન કેદીઓને વિચારવાનો પણ સમયય ન મળ્યો હતો અને પોલીસને ૭ જેટલા મોબાઇલ મળી આવતા મોટટી સફળતા હાથ લાગી હતી. સબજેલની જુદી-જુદી બેરેકમાંથી કુલ ૭ જેટલા મોબાઇલ સાથે ચાર્જર સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપી પાડી હતી.

અલગ-અલગ બેરેકમાં રહેલા કાચાકામના કેદીઓ પાસે ઝડપાયેલ મોબાઇલ પોલીસે જપ્ત કરી તમામ કેદીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મોબાઇલ સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ કોણ અંદર સુધી પહોંચાડે છે તેની તપાસ હાથ ધરી છે.

(1:24 pm IST)