Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

માણાવદરના કોયલાણામાં પરિણીતા ઉપર સામુહિક દુષ્કર્મ

વાડી માલિક સહિત ૩ શખ્સોએ ગામમાં બદનામ કરી દેવાની અને વિડીયો કિલપ વાયરલ કરવાની ધમકી દીધી

જુનાગઢ તા. રર : વાડી માલિક સહિત ત્રણ શખ્સોએ માણાવદરના કોયલાણાની પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરીયાદ થતા ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોયલાણા ગામે પરિવાર સાથે એવી ર૯ વર્ષીય પરિણીતા તા.ર૧/પ/૧૯ થી દસેક મહિના અગાઉ તેના જ ગામના દેવશી રામભાઇ બારડની વાડીના ખેતરે મજુરીએ ગયેલ.

ત્યારે દેવશી બારડે પરિણીતા પાસે બિભસ્ત માંગણી કરતા તેણીએ ના પાડતા ગામમાં બદનામ કરવાની ધમકી આપી ગામમાં કોઇ મજુરી કામે બોલાવશે નહિ તેમ જણાવી દેવશી બારડે પરિણીતા ઉપર ખેતરમાં એરંડાના વાવેતરમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે હાજર કોયલાણાનાનો કાના અરજણભાઇ સોલંકી અને નગા અરજણભાઇ સોલંકીએ પરિણીતાને તારી વિડીયો કલીપ બતાવી છે તેમ કહીને વાયરલ કરી દેશે તેવી ધમકી આપી આ બંને શખ્સેે તે જ સમયે પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

તેમજ નગા અરજણ સોલંકીએ પરિણીતા અને તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પાસેથી રૂ.૧.૪૦ કઢાવી લીધા હતા.

આ અંગે ભોગ બનનાર પરિણીતાએ ગઇકાલે સાંજે ફરીયાદ નોંધાવતા માણાવદર પોલીસે ત્રણેય દુષ્કર્મી વિરૂદ્ધ કલમ ૩૭૬, (ઘ) પ૦૯, ૩પ૪, ૩૮૬ અને ૩૪ મુજબ કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી. એસ. આઇ. પી.જે. બોદર ચલાવી રહ્યા છ.ે

(1:21 pm IST)