Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મોરબીના જેઇલ રોડ પર બેંક નજીક વીજવાયરમાં ધડાકા

મોરબી તા. ૨૨ : મોરબીના જેઈલ રોડ પર આવેલી બેંક નજીક વીજવાયરમાં ધડાકા અને ભડાકા થવાને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા.

વિગતો મુજબ જેઈલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંક નજીક વીજ વાયરોમાં ધડાકા અને ભડાકા થતા હોય તેવો અવાજ સંભળાતા બેંક કર્મચારીઓ તેમજ નજીકની દુકાનના વેપારીઓમાં ભય ફેલાયો હતો અને બનાવ અંગે જાણ થતા મોરબી ફાયર ટીમ તેમજ વીજતંત્ર દોડી ગયું હતું અને વીજ વાયરોમાં કયાંથી ધડાકા થાય છે તે જોઇને યોગ્ય કાર્યવાહી કરી હતી બનાવને પગલે કોઈને ઈજા કે જાનહાની થવા પામી ના હતી. જોકે ધડાકા થવાને પગલે થોડીવાર માટે સૌ કોઈના જીવ પડીકે બંધાયા હતા.

(1:17 pm IST)