Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભાઃ ૩-વિધાનસભા બેઠકમાં કોણ મારશે મેદાનઃ કાલે ફેંસલો

મતગણતરી કેન્દ્રો તથા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ લોકોમા ભારે ઉત્તેજના

રાજકોટ તા.૨૨: કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા અને ૩ વિધાનસભા બેઠક માટેની મતગણતરી કરવામાં આવશે આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મતગણતરી કેન્દ્રો તથા સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યો છે.

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભાની ચૂંટણીમાં મતદારોએ ભોગવી પોતાની ફરજ પૂર્ણ કરી છે.

ત્યારબાદ ૨૩મેના રોજ જિલ્લા મથકોએ મતગણતરી હાથ ધરવામાં આવશે. અંતે જનાદેશ કયાં પક્ષને મળ્યો તે સ્પષ્ટ થશે.

સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની આઠ બેઠક પર ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાનમાં ઉતરી પડ્યા હતા. પ્રચાર વેળાએ સભા, સંમેલન, ગ્રુપ મીટીંગ, રોડ-શો સહિતના કાર્યક્રમો યોજ્યા બાદ મતદારોનો વિશ્વાસ જીતી લીધાનો બન્ને પક્ષોએ દાવા કર્યા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા મથકોમાં મતગણતરી હાથ દરવામાં આવશે. જેના પગલે મંગળવારથી જ રાજકીય પક્ષોને ૩૦ દિવસ-રાતના ઉજાગરા બાદ મતદારોએ આપેલો જનાદેશ કયાં પક્ષની તરફેણમાં આવશે તે સ્પષ્ટ થશે.

રાજકોટ બેઠક ઉપર ભાજપના મોહનભાઇ કુંડારીયા, કોંગ્રેસના લલિતભાઇ કગથરા સહિત ૧૦ ઉમદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

જયારે અમરેલી બેઠક ઉપર ભાજપના સાંસદ અને ઉમેદવાર નારણભાઇ કાછડીયા અને સામા પક્ષે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી સહિત ૧૨ ઉમેદવારો ચૂંટણી લડયા હતા.

સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ડો.મહેન્દ્રભાઇ મુંજપરા અને કોંગ્રેસના સોમાભાઇ ગાંડાભાઇ પટેલ સહિત ૩૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

જામનગર જીલ્લામાં ભાજપના સાંસદ અને ઉમેદવાર પુનમબેન માડમ અને સામા પક્ષે કોંગ્રેસના મુળુભાઇ કંડોરિયા સહિત ૨૬ ઉમેદવારો મેદાનમાં હતા.

પોરબંદર બેઠક ભાજપના ઉમેદવારઙ્ગરમેશભાઇ ધડુક ઉપલેટા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયા સહિત ૧૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

કચ્છમાં પણ ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા અને કોંગ્રેસના નરેશભાઇ મહેશ્વરી સહિત ૧૦ ઉમેદવારો ચૂંટણી લડયા હતા. જુનાગઢ જીલ્લાના ભાજપ દ્વારા સાંસદ રાજેશભાઇ ચુંડાસમાને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. તો સામે પક્ષે કોંગ્રેસ તરફથી પૂંજાભાઇ વંશને ટિકીટ આપવામાં આવી છે અને સોરઠમાં ૧૨ ઉમેદવારો મેદાનમાં હતા.

ભાવનગર બેઠક ઉપર પણ ભાજપ દ્વારા સાંસદ ભારતીબેન શિયાળને રીપીટ કરવામાં આવ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસ તરફથી મનહરભાઇ પટેલને ટિકીટ આપવામાં આવી હતી. ગોહિલવાડમા ૧૦ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો.

આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો માટે ૧૩૦ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ જામશે.

લોકસભાની ચૂંટણીની સાથે સાથ સૌરાષ્ટ્રના ૩ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઇ છે જેમાં જુનાગઢ જીલ્લાના માણાવદરમાં ભાજપના જવાહરભાઇ ચાવડા અને કોંગ્રેસના અરવિંદભાઇ લાડાણી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

જયારે જામનગર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઇ પટેલ અને સામા પક્ષે કોંગ્રેસમાંથી જયંતિભાઇ સાભાયા વચ્ચે ચૂંટણી જંગ  જામ્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લાની ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકમાં ભાજપમાંથી પરષોતમભાઇ સાબરીયા અને કોંગ્રેસમાંથી દિનેશભાઇ પટેલ ચૂંટમી લડ્યા હતા.

કાલે કોનો ફેંસલો થશે

બેઠક

    ભાજપ

    કોંગ્રેસ

રાજકોટ

મોહનભાઇ કુંડારી

લલિતભાઇ કથગરા

ભાવનગર

ભારતીબેન શ્યાળ

મનહરભાઇ પટેલ

જુનાગઢ

રાજેશભાઇ ચુડાસમા

પુંજાભાઇ વંશ

જામનગર

પૂનમબેન માડમ

મુળુભાઇ કંડોરીયા

અમરેલી

નારણભાઇ કાછડીયા

પરેશભાઇ ધાનાણી

કચ્છ

વિનોદભાઇ ચાવડા

નરેશભાઇ મહેશ્વરી

સુરેન્દ્રનગર

ડો. મહેન્દ્રભાઇ મુંજપરા

સોમાભાઇ પટેલ

પોરબંદર

રમેશભાઇ ધડુક

લલિતભાઇ વસોયા

વિધાનસભામાં કોણ મેદાન મારશે

બેઠક

   ભાજપ

   કોંગ્રેસ

માણાવદર

જવાહરભાઇ ચાવડા

અરવિંદભાઇ લાડાણી

જામનગર ગ્રામ્ય

રાઘવજીભાઇ પટેલ

જયંતિભાઇ સભાયા

ધ્રાંગધ્રા

પરસોતમભાઇ સાબરીયા

દિનેશભાઇ પટેલ

કયાં મતગણતરી કરાશે

બેઠક

મતગણતરી સ્થળ

 

રાજકોટ

કણકોટ ઇજનેરી કોલેજ

 

સુરેન્દ્રનગર-

એમ.પી. શાહ કોલેજ

 

જુનાગઢ

કૃષિ યુનિવર્સિટી

 

પોરબંદર

 ગર્વમેન્ટ પોલીટેકનિક

 

અમરેલી

પ્રતાપ આર્ટસ કોલેજ

 

ભાવનગર-

એન્જિનિયરીંગ કોલેજ

 

જામનગર

હરિયા કોલેજ

 

કચ્છ-

એન્જિનિયરીંગ કોલેજ

 

 

(11:50 am IST)