Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

દેલવાડાના કોળી બંધુ અને કાકા પર કોળી શખ્સોનો પાઇપથી હુમલો

નિલેષ, અજય અને કાંતિભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: ઉનાના દેલવાડા ગામે રહેતાં બે કોળી ભાઇઓ નિલેષ ભાનુભાઇ વાજા (ઉ.૩૩), અજય ભાનુભાઇ વાજા (ઉ.૩૧) તથા તેના કાકા કાંતિભાઇ ભીખાભાઇ વાજા (ઉ.૪૫) પર સાંજે દેલવાડામાં પ્રાથમિક શાળા પાસે હતાં ત્યારે   ગામના જ પિયુષ દેવાભાઇ કોળી, હિરેનભાઇ કાળુભાઇ સહિતનાએ પાઇપથી હુમલો કરી ત્રણેયને માર મારતાં દેલવાડા ઉના સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરી હતી. નિલેષ પંચર સાંધવાનું કામ કરે છે અને અજય રિક્ષાચાલક છે તથા કાંતિભાઇ છુટક મજૂરી કરે છે. જુના મનદુઃખનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યાનું જણાવાયું હતું. ઉના પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.

(11:46 am IST)