Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સોમનાથ અને સંસદ

પ્રભાસ-પાટણ : ભારતની પ્રત્યેક લોકસભામાં સોમનાથ મંદિર ટ્રસ્ટનું કોઇ ને કોઇ બિરાજમાન હોય જ છે... એકઝીટ પોલ-જયોતિષી વરતારા મુજબ અને તા. ર૩ મતગણતરી પરિણામમાં સોમનાથ ટ્રસ્ટીઓ નરેન્દ્ર મોદી, અમિત શાહ વિજયી થશે તો સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી નરેન્દ્ર મોદી ટ્રસ્ટીકાળ દરમ્યાન બીજી વખત વડાપ્રધાન બનશે તો બીજા ટ્રસ્ટી અમિત શાહ રાજસભા સભ્ય તો છે જ પરંતુ આ પરિણામમાં વિજેતા બન્યા પછી દેશના વડાપરધાન પછીનું નંબર ટુ નું સ્થાનનું રાજતિલક તેમને થશે તો બાદબાકી એક હશે કે ગત લોકસભામાં સોમનાથ ટ્રસ્ટના ત્રણ ટ્રસ્ટીઓ હતાં જેમાં આ ચૂંટણીમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડયા ન હોઇ હવે બે ટ્રસ્ટીઓ તો સંસદમાં જોવા મળશે, પરંતુ તેનો આધાર પરિણામ જાહેર થાય પછી સત્તાવાર મોહર લાગી શકે.

અગાઉની સંસદોમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ચીતરંજન રાજા, પ્રસન્નવદન મહેતા, કનૈયાલાલ મુનશી સોમનાથ મંદિર નવનિર્માણ સ્વપન સાકાર કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ દેશના ગૃહપ્રધાન પદે બિરાજી ચૂકયા છે તો સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી મોરારજીભાઇ દેસાઇ દેશના વડાપ્રધાન અને ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી દેશના નાયબ વડાપ્રધાન તરીકે બિરાજી ચૂકયા છે આમ હવે કરાયેલી આગાહીઓ પરિણામમાં પરિવર્તન થશે જે પૂરી શકયતા છે તો આ પરંપરા પણ ચાલુ જ રહેશે.

(11:46 am IST)