Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પોરબંદર બેઠક ઉપર બંને પક્ષોના દાવાઃ પરિણામ માટે ભારે ઉત્કંઠા

ધોરાજી, તા.૨૨: સમગ્ર દેશમાં આગામી સરકાર કોણ રચશે તેને લઇ ભારે ઉત્કંઠા છવાઈ છે ત્યારે મહાત્માની ભૂમિ એવા પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી બે મુખ્ય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં પોરબંદર બેઠક કોણ કબજે કરશે તેને લઈને મતવિસ્તારના મતદારો અને નાગરિકોમાં ભારે ઉત્કંઠા વ્યાપી છે.

ધોરાજીના ધારાસભ્ય અને પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિતભાઇ વસોયાએ એકિઝટ પોલ મામલે પોરબંદર લોકસભા સીટ પરથી પોતે સારા એવા મતોથી ચૂંટાશે તેમ જણાવ્યું હતું અને ચૂંટણીના પરિણામો પૂર્વે આવતા એકિઝટ પોલે ને તેમણે અગાઉ કયારે પણ એકઝીટ પોલ ના અંકો સાચા ન પડ્યા હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં લોકોએ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ રાખી અને કોંગ્રેસ તરફે મતદાન કર્યુ હોવા નો વિશ્વાસ વ્યકત કર્યો હતો

બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ધોરાજીના અગ્રણી અરવિંદભાઈ વોરાઅને સમર્થકો દ્વારા પોરબંદર લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે તેવું દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું હતું પોરબંદર લોકસભા બેઠકમાં આવતી કુલ સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભા પર ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો હોય અને આ વિસ્તારમાં અગાઉ પણ લોકસભા પર ભારતીય જનતા પાર્ટી નો ભગવો લહેરાતો હોય તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર મતદારોને અખૂટ વિશ્વાસ હોય આથી પોરબંદર મતવિસ્તારના લોકો મતદારો ભારતીય જનતા પાર્ટી માં વિશ્વાસ રાખી ભાજપ તરફે મતદાન કર્યું હોય અને રાષ્ટ્ર હિત ને નજર સમક્ષ રાખી મતદાન કર્યું હોવાની વાતને યોગ્ય ગણી પોરબંદર લોકસભા બેઠક પર પ્રચંડ બહુમતથી ભાજપ ના ઉમેદવાર ચૂંટાય તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે એ હાલ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષેથી વિજયના દાવા વ્યકત થઈ રહ્યા છે અને પરિણામ આડે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો કાર્યકર્તાઓ અને મતદારોમાં પણ ચૂંટણીના પરિણામ જાણવાની ભારે ઉત્કંઠા નજરે પડી રહી છે.

(11:44 am IST)
  • અંદામાન-નિકોબારમાં ૫.૮ની મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકાઃ અંદામાન-નિકોબાર ટાપુ સમૂહ ઉપર આજે સવારે મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે રીક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા ૫.૮ની નોંધાઇ હતીઃ જાનમાલની નૂકસશાનની કોઇ ખબર નથી access_time 11:08 am IST

  • ચૂંટણીપંચે જાહેર કર્યુ છે કે જો ઈવીએમ મતો અને વીવીપેટ મશીનોની પરચી વચ્ચે અસંગતતા (મિસ-મેચ) જોવા મળશે તો વીવીપેટ મશીનોની પરચીઓની ગણતરી માન્ય રહેશે અને ઈવીએમ મતોની ગણતરી માન્ય રહેશે નહિં access_time 4:07 pm IST

  • સુનાવણીની પ્રક્રિયામાં જાણી જોઇને વિલંબ કરવામાં આવે છેઃ અશ્વિન કોટવાલ: અલ્પેશ ઠાકોર સામેની દરખાસ્ત મામલે કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ આજે ફરી પહોંચશે વિધાનસભાઃ અશ્વિન કોટવાલ વિધાનસભા સચિવ સાથે કરશે મુલાકાત access_time 11:31 am IST