Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ખીરસરા (રણ) જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખપદની મુદ્દત પુર્ણ : અત્યાર સુધી બિનહરીફ વરણી

ખીરસરા(રણ) તા.રર : લોધીકા તાલુકા તેમજ રાજકોટ જીલ્લામાં આગવુ સ્થાન ધરાવતી છ ગામના ૭૪૧ સભાસદો ધરાવતી ખીરસરા (રણ) જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખની મુદ્દત પુર્ણ થયેલ છે. આ મંડળીમાં ખીરસરા મેટોડા બાલસર રાતૈયા વાજડી (વડ) હરીપર (પાળ) આમ છ ગામના ખેડૂત ખાતેદારો સભાસદો છે અને ૧૯૫૪ થી અત્યાર સુધી મંડળીના પ્રમુખ કે કમીટીની ચુંટણી થયેલ નથી બીનહરીફ વરણી કરવામાં આવેલ છે.

પ્રથમ પ્રમુખ માવજીભાઇ વેકરીયા ત્યારબાદ ખીરસરાના ખેડૂત અગ્રણી જયેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા જેમનું ૬ માસ પહેલા અવસાન થતા આ મંડળીના ખાતેદાર તેમજ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાને સર્વે સહમતીથી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ જેમાં અગાઉના પ્રમુખ પાંચ વર્ષની મુદ્દત પુર્ણ થતા આગામી પાંચ વર્ષ માટે વ્યવસ્થાપક કમિટીની ચુંટણી પ્રક્રિયા ચુંટણી અધિકારી બી.સી.સખીયા જાહેર કરશે.

(11:43 am IST)
  • ઓરિસ્સામાં કોંગ્રેસે પરિણામ પહેલા પરાજય સ્વીકાર્યો !વિપક્ષનો દરજ્જો ગુમાવાની પણ ભીતિ :ઓરિસ્સા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નિરંજન પટનાયકે સ્વીકાર કર્યો કે ઓરિસ્સામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર નહિ બનાવી શકે :તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પોતાનો વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી શકે છે access_time 1:16 am IST

  • કાલે શેરબજારમાં આગ ઝરતી તેજીની સંભાવના : સેબી એલર્ટઃ મતગણતરીના દિવસ પૂર્વે સર્કીટ બ્રેકર રૂલ્સ જાહેર કર્યા : પહેલા ૧૦% પછી ૧પ% અને પછી ર૦%ની લીમીટ access_time 4:08 pm IST

  • અમારી સરકાર પાંચ વર્ષ પુરા કરશે :કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીનો વિશ્વાસ :કોંગ્રેસ સાથે ખેંચતાણ વચ્ચે કુમારસ્વામીએ કહ્યું તેની સરકાર ગઠબંધન સહયોગી અને અન્યના સમર્થન અને આશીર્વાદથી પંચવર્ષનો કાર્યકાળ પૂરો કરશે access_time 1:15 am IST