Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જામનગરમાં તમાકુ નિયત્રણ કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઇ

જામનગર, તા.૨૨:   જિલ્લા પંચાયત જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયેની જિલ્લા સ્તરની કોર્ડીનેશન કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આઈ.ઈ.સી.ની ગુણવતા સભર કામગીરી માટે જિલ્લા કક્ષાએથી ૩૪ હજાર પત્રિકાઓની, જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્વો પર ભીંતસુત્રો-૩૩, ફોમસીટ તમાકુ મુકત પરિસરના પોસ્ટરો-૮૩૮ તથા ફીપબુક-૧૦૦૦ની ફાળવણી કરેલ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત ગત વર્ષમાં ૫૫૧૧૫નો દંડ વસુલ કરવામાં આવેલ હતો.

આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ સુધીમાં કુલ ૧૭૨૩ આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી તેમજ ૩૬ સરકારી શાળાઓ, ૨૪ ખાનગી શળાઓ, ૧૦ શૈક્ષણિક સંસ્થાઓમાં પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન, વ્યસન મુકિતની પ્રતિજ્ઞા લોક જાગૃતિની રેલી વિવિધ સ્પર્ધાઓ દ્વારા કુલ ૭૦ શૈક્ષણિક સંકુલોમાંના ૧૬૯૫૦ બાળકોને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવ્યાં હતા. તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ સુધી જામનગર જિલ્લાના કુલ ૯૭૧ લોકોનુ કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બથવાર, તાલુકા / જિલ્લાના સંબંધિત અધિકારીઓ અને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ કોર્ડીનેશન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 am IST)