Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ધોરાજીમાં ઉર્સના મેદાનમાં દબાણો દુર કરવાની માગણી સાથે કલેકટરને આંવેદન

ધોરાજી, તા.૨૨:ધોરાજીના બહારપુરા ઉર્સના મેળાના મેદાનમાં ભંગારના ધંધાર્થીઓએ ગેરકાયદેસર દબાણ કરતા જેના વિરોધમાં લતા વાસી ઓએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

બહારપુરા ભરવાડ પા આ વિસ્તારના વિસ્તારના લોકો રાણાભાઇ હમીરભાઇ ઝાપડા મેદ્યા ભાઈ ભરવાડ ગાડુ ભાઈ ભરવાડ ગાન્ડ ઉકાઈ ટપુભાઈ ભરવાડ વિગેરે હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ ધોરાજીના ડેપ્યુટી કલેકટર આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજીના બહારપુરા ઉર્ષ ના મેળાના મેદાનમાં સરકારી ગ્રાઉન્ડમાં  ગેરકાયદેસર દબાણ કરી રાત દિવસ જુના વાહનો ભાગવાનો ધંધો કરે છે જેના કારણે કાચના ટુકડા પતરાનાના ટુકડાઓ રસ્તા વચ્ચે નાખી દેતા જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા વાહનોમાં પંચર પડે છે અને ચાલનારા લોકોને પગમાં લાગે છે આ બાબતે વારંવાર સૂચના આપવા છતાં ભંગારના વેપારીઓ હથિયારો લઈને મારવા દોડે છે આવા સમયે વાતાવરણ તંગદિલી જેવું થઈ જાય છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:41 am IST)