Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઉનાની સનખડા સીમમાં ૧ લાખનો ગાંજો ઝડપાયો

ઉના તા.૨૨: ઉનાની સનખડા સીમમાં વાવેતર કરેલ આશરે ૧ લાખનો ગાંજો એસઓજી પોલીસે પકડી પાડેલ છે.

ઊના તાલુકાના સનખડા ગામે માલણ નદીના સામે કાંઠાના સીમ વિસ્તારની વાડીમાં મોટાપાયે ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમી ગીરસોમનાથ એસઓજીને થઇ હતી. આથી ઉચ્ચ અધિકારીઓને જાણ કરાયા બાદ પોલીસે દોડી જઇ કાફલો ગોઠવી દીધો હતો.

એસઓજી પીઆઇ સોનારા, ઊના પીઆઇ, મામલતદાર, એફએસએલની ટીમ ગાંજાના ખેતરમાં દોડી ગઇ હતી. સ્થળ તપાસમાં આ વાડીમાં ૧૪ થી વધુ ગાંજાના છોડ વાવેલા જોવા મળ્યા હતા. આ ગાંજાની કિંમત અંદાજે ૧ લાખથી વધી જાય છે.

ઊનાથી ૧૮ કિમી દૂર આવેલા સનખડા ગામે નદીના કાંઠા વિસ્તારની ગામનાજ એક ખેડૂતનીઙ્ગવાડીમાં બીજા ખેતી પાક વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરાયું હતું. વળી તે લીલોછમ હતો. આ અંગેની બાતમી એસઓજીને મળતાં એસઓજીના ભુરાભાઇ, બાનવાભાઇ, સુભાષભાઇ સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરતાં ગાંજાના ૧૪ છોડ જોવા મળ્યા હતા. આથી ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી એસઓજીના પીઆઇ સોનારાને જાણ કરી હતી. આથી તેઓએ ઊચ્ચ અધિકારીનું ધ્યાન દોરતાં ઊના પીઆઇ, મામલતદાર અને પોરબંદરથી એફએસએલના અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સનખડાના પાચુ રામ મોગલ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

(11:38 am IST)