Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

આકાશમાંથી વરસતા અંગારાઃ સુરેન્દ્રનગર-કંડલા એરપોર્ટ ૪પ ડીગ્રીઃ નલીયા ૪૪.ર, ડીસા ૪૪.૧, ભુજ ૪૪ ડીગ્રી, રાજકોટ ૪૩.૬, ગાંધીનગર ૪૩.પ ડીગ્રી તાપમાન

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગઇકાલથી ધોમધખતો તાપ શરૂ થયો છે. મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આવા વાતાવરણ વચ્ચે આજે રાજયમાં સૌથી વધુ મહતમ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ઉપર રહયું હતું. અહીં મહતમ તાપમાનનો પારો ૪પ ડીગ્રીએ પહોંચી ગયો હતો.

જયારે કચ્છના નલીયામાં ૪૪.ર ડીગ્રી, ડીસામાં ૪૪.૧, ભુજ ૪૪ ડીગ્રી અને રાજકોટ ૪૩.૬, ગાંધીનગર ૪૩.પ, અમદાવાદ ૪૩.૪, અમરેલી ૪ર.૮, વલ્લભ વિદ્યાનગર ૪ર.૭, વડોદરા ૪૧.૬, ન્યુ કંડલા ૪૧.૪, ભાવનગર ૪૧.૭ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જયારે પોરબંદર ૩પ.પ, મહુવા ૩પ.૪, વેરાવળ ૩૩.૬, દ્વારકા ૩૩.૦ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

(6:34 pm IST)