Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજય અને આંતર રાજયમાં ચીટીંગ કરનાર યાજ્ઞિક નિમાવત ખંભાળીયાથી ઝડપાયો

 ખંભાળીયા તા. રર :.. પોલીસ અધિ. રોહન આનંદના માર્ગદર્શન હેઠળ તથા એલ. સી. બી. શાખાના પો. ઇન્સ. એલ. ડી. ઓડેદરા સુચનાથી ખંભાળીયા પોલીસ સ્ટેશન તથા એલ.સી. બી. શાખાના પોલીસ ખંભાળીયા પો. સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પો. હેડ કોન્સ. મશરીભાઇ ભારવાડીયા તથા ભરતભાઇ ચાવડા, નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે અહીં ખંભાળીયામાં આવેલ મીલન ચાર હોટલથી આગળ દ્વારકા તરફ જતા રોડઉપર ખંભાળીયા પો. સ્ટેશન ફર્સ્ટ ગુ. ર. નં. ૧૮૭/૧૭ ઇ. પી. કો.કલમ ૪૦૬, ૪ર૦, ૪૧૭ મુજબના કામનો આરોપી યાજ્ઞિક ઉર્ફે યુવરાજ ઉર્ફે બંટી સ/ઓફ વાસુદેવભાઇ નિમાવત રહે. મોરબી વાળાને ત્યાં જઇને ઉપરોકત ગુન્હાના કામે પકડી પાડેલ હોય અને આ કામના આરોપી પાસેથી ગુન્હાના કામે રૂપિયા ર,૧૦,૦૦૦ તથા એક સેમસંગ કંપની મોબાઇલફોન રૂપિયા પ,૦૦૦ કબ્જે કરેલ છે. અને આ કામના આરોપીની પુછપરછ કરતા તેણે હરીયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી, મુંબઇ  તથા ગુજરાતના ભાવનગરમાં પણ આવાજ પ્રકારના ગુન્હાઓ આચરેલ હોવાની કેફીયત આપેલ છે.

આકાર્યવાહી એલ. સી. બી.ના પો. ઇન્સ. એલ.ડી. ઓડેદરાની સુચનાથી પો. સ. ઇ. એ. એસ. કડછા તથા વાય. જી. મકવાણા (ખંભાળીયા પો. સ્ટે.) તથા એલ. સી. બી. સ્ટાફના એ. એસ. આઇ. ભરતસિંહ જાડેજા તથા અરવિંદભાઇ નકુમ તથા પો. હેડ કોન્સ. મશરીભાઇ ભારવાડીયા તથા અજીતભાઇ બારોટ તથા ભરતભાઇ ચાવડા તથા અશોકભાઇ સવાણી તથા અરજણભાઇ મારૂ તથા હસમુખભાઇ કટારા તથા ખંભાળીયા પો. સ્ટે.ના રવિભાઇ હેરભા તથા પો. કોન્સ. ગોવિંદભાઇ કરમુર દ્વારા કરાઇ છે.

(3:48 pm IST)