Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ધ્રાંગધામાં ત્રિસ્તરીય સંસ્કૃત શિક્ષણ વર્ગનો પ્રારંતી.. ૩૪૬ સાધકો કરશે સાધના

  સંસ્કૃતભારતી દ્વારા  ભાષા-બોધન-વગ શિબિર-ચાલન-વર્ગ  અને સંસ્કૃત-કુટુંબ-વર્ગ આવાસીય વર્ગો આ વર્ષે પણ ચાલુ થયેલ છે સંસ્કૃત-સાધના માટે લગભગ ૩૪૬ સંસ્કૃત સાધકો ઉપસ્થિત રહ્યાં છે. પુરુષોત્ત્।મ માસમાં  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કાર-ધામ ખાતે ઉધ્દ્યાટન કરવામાં આવ્યું.  પૂ. ભજનપ્રકાશ સ્વામી,  માધવ પ્રિયદાસ સ્વામી અને સ્વામી ધર્માનંદ મહારાજ વગેરે સંતોના દ્વારા સંસ્કૃત શિક્ષણના મહાયજ્ઞનો શુભારંભ થયો છે.  ઉદ્ઘાટન પ્રસંગે સંસ્કૃતભારતીના ગુજરાત રાજયના પ્રદેશ અધ્યક્ષ . ડો. કૃષ્ણપ્રસાદ નિરૌલાજી પ્રાંતમંત્રી જયશંકર રાવળ સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા.  શિક્ષાવર્ગમાં વ્યકિત સવાર થી રાત્રી દરમિયાન આખો દિવસ તમામ પ્રકારની પ્રવૃત્ત્િ।ઓ સંસ્કૃત ભાષામાં જ કરે છે.  સંભાષણ શિબિર, ગણ-કાર્ય, સ્વાધ્યાય કાર્ય, દ્રઢિકરણ, ભાષાક્રિડા, બૌદ્ઘિકો, ગીતાભ્યાસ, ચર્ચા ગોષ્ઠિ, અનૌપચારિક કાર્યક્રમો, સંસ્કૃત નાટકો, સંસ્કૃત સંવાદોની સાથે સાથે પ્રદર્શનો અને સાહિત્યના માધ્યમથી  વિશેષ કાર્યશાળાને સંસ્કૃત સંવાદશાળા બનાવવામાં આવે છે. જે વ્યકિતઓ નવેસરથી સંસ્કૃત શીખવાનો શોખ ધરાવે છે તેવા સાધકો માટે ભાષા-બોધન-વર્ગ છે. વર્ગમાં સંસ્કૃત સંભાષણ કૌશલ શીખવવામાં આવશે. માત્ર અગ્યાર દિવસના પ્રશિક્ષણના અંતે શિક્ષાર્થી કડકડાત સંસ્કૃત બોલતા શીખી જાય છે. સંસ્કૃતભારતીનો સંસ્કૃત સંભાષણ શિબિર (દરરોજ બે કલાક દશ દિવસ) એ નિરંતર ચાલતો કાર્યક્રમ છે.  શિબિરમાં પ્રશિક્ષણ આપવા માટે શિબિર સંચાલક શિક્ષકો તૈયાર કરવા માટે શિબિર સંચાલક વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત સંસ્કૃત પરિવાર બનાવવા માટે કુટુંબ વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શિક્ષાવર્ગમાં પ્રાંત અધિકારીઓનું સતત માર્ગદર્શન મળતું હોય છે. તથા આ વર્ગમાં અખિલ ભારતીય મંત્રી નંદકુમારજી  ક્ષેત્ર સંગઠનમંત્રી શિરીષ ભેડસગાવસકરની વિશેષ ઉપસ્થિતિ રહેશે.(તસ્વીર,અહેવાલઃ ફઝલ ચૌહાણ વઢવાણ)(૨૨.૧૩)

(12:55 pm IST)