Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમવાનુ પડ્યું ભારે...

ચોટીલા પાસેથી જયેશ મહેતા ૮૨૦૦૦ના મુદામાલ સાથે પકડાયો

વઢવાણ તા.૨૨: સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચના અને એલ.સી.બી પોલીસ ઇન્સ.એન.કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. આર.ડી.ગોહિલ હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા,પ્રતાપસિંહ પરમાર, કોન્સ.જયરાજસિંહ ખેર, મોહસીનભાઇ કચોટ, ધવલભાઇ પટેલ સહિતના પેટ્રોલીગમાં હતા ત્યારે બાતમીના આધારે ચોટીલા, ચાર રસ્તા ખાતે સિલ્વર કલરની અલ્ટ્રો કાર નં.જી.જે.૧૩ સીસી-૨૬૭૭ને રોકી હતી.

જેમાંથી ચાલુ મોટર કારે મેચનો સટ્ટો રમતા જયેશભાઇ પ્રવિણચન્દ્ર મહેતા (રહે. જવાહર ચોક, સુરેન્દ્રનગર)ને મોબાઇલ નંગ-૪, કી.રૂ.૬૫૦૦ રોકડા રૂ.૫૬૦૦ તથા ગાડી કી.રૂ.૭૦,૦૦૦ મળી કુલ રૂ.૮૨૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ચોટીલા પોલીસમાં ગુન્હો નોંધાવતા પુછતાછ સહિતની કાર્યવાહી આગળ ધપાવાઇ હતી.(૭.૧૫)

(12:52 pm IST)