Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મોરબીમાં પાંચ પાડાને બોલેરોમાં ભરી લઇ જતો હુશેન પકડાયો

રફાળેશ્વર પાસે મહેશ રબારી સાત બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી તા ૨૨ :  મોરબી બી ડીવી. પોલીસ પુટ્રોલીંગમાં હતી ત્યારે બોલેરોમાંપ પાડાને ચરીને જતા  મતવા શખ્સને ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ રાત્રીના સમયે મોરબી બી ડીવી. પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યાર. ત્રાજપર ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ બોલેરો રોકી તેની તલાશી લેતા તેમાંથી ખીચોખીચ ચરી બાંધી રાખેલા પાંચ બળદ મળી આવ્યા હતા. પોલીસે પ પાડા ની કી. રૂ ૧૦ હજાર સાથે બોલેરો ચાલક હુશેન ગની મતવા (ઉવ.૨૪) ની બોલેરોનં જીજે ૧૩ એટી ૪૭૪૮ કી. રૂા ૧.૫ લાખ અટક કરી હતી અને પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો દાખલ કર્યો હતો

મહેશ રબારી સાત બોટલ સાથે ઝડપાયો

તેમજ લીલાપર રોડ પર આવેલ ગોૈશાળા પાસે રહેતો મહેશ પરબતભાઇ સાવધાર રબારી (ઉવ૪૦) ને રફાળેશ્વર પાસેથી પોતાના મો.સા. પર પસાર થતો હતો ત્યારે તાલુકા પોલીસે મો.સા. નં જીજે૩૬ કે૫૧૬૨ નેરોકી તેની તલાશી લેતા તેમાંથી સાત બોટલ ઇંગલીશ દારૂ મળી આવ્યો હતો રૂ ૨૧૦૦ નો દારૂ ૩૦ હજારનું મો.સા. કુલ રૂ ૩૨૧૦૦ ના મુદામાલ સાથે પોલીસે મહેશની ધરપકડ કરી હતી (૩.૭)

(12:52 pm IST)