Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

તળાજાની ભાગોળેથી મોટા ધાણાનો યુવાન ઇંગ્લીશ દારૂની ૯ મોટલ સાથે ઝડપાયોઃ જેલ હવાલે

ભાવનગર તા ૨૨ : તળાજા પોલીસે ગતરાત્રી દરમ્યાન બાતમીના આધારે ફોર વ્હીલમાં લઇ જવાતી વિલાયતી દારૂની ૯ કોટલ સાથે મોટાધાણા ગામના યુવાનને ઝબબે કરેલ આ યુવાન દારૂ કયાંથી લાવ્યો સહીતની વિગતો જાણવા રીમાંડ અર્થે કોર્ટમાં રજુ કરતા કોર્ટએ પોલીસ કસ્ટડી ન આપીનેજીલ્લા જેલમાં મોકલી આપેલ.

તળાજા શહેર અને પંથકમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બુટલેગરોની સંખ્યા વધીહોવાનું રીઢા બેટલેગરો ફરી રહ્યા છે. સાથે પીવાનો શોખ ધરાવનારોની સંખ્યા વધી રહી છે તેને લઇ ઘણી વખત શબ્દો કામે અથડાય છે. સરકારે વિલાયતી દારૂબંધી હટાવી લેવી જોઇએ.

તળાજા પોલીસ મથકના કોન્સટેબલ શકિતસિંહ ગોહિલ એ જાતે નોંધાયેલ ફરીયાદ મુજબ ગઇકાલે મહુવા  ચોકડી પરથી ફોરવ્હીલ જીને-૪ એએમ-૯૩૯૪ લઇને પસાર થતા શખ્સને અટકાવી તલાશી લેતા વિલાયતી દારૂની નવ બોટલ મળી આવેલ ઝડપાયેલ યુવાન મોટાધાણા ગામના બાબુભાઇ આતાભાઇ ભંમર હોવાનું જાણવા મળેલ. તળાજા પોલીસે ફોરવ્હીલ અને દારૂની બોટલો મળી રૂા ૧.૭૭ લાખનો મુદામાલ કબજે લીધો હતો.તપાસમાં ઠાડચ નજીકના નવાજ બુટલેગર પાસેથી લાવવામાં આવેલ. બીમાંડ કોર્ટે ન આપીને જેલ હવાલે કરેલ હતો.

(12:13 pm IST)