Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ભાવનગર શ્રી લિમ્બચ ભવાની સેનાનાં સ્થાપક પ્રમુદપદે હેમરાજ પાડલીયાની વરણી

ભાવનગર તા. ૨૨ : શ્રી લિમ્બચ ભવાની સેનાના હોદ્દેદારોની વરણી થતા સ્થાપક પ્રમુખપદે હેમરાજભાઇ પાડલીયા તથા પ્રમુખપદે સુરેશભાઇ શીશાંગીયા નિમણુંક પામ્યા છે.

આ સંગઠનના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઇ નાથી (જય માતાજી), સતીષભાઇ ચૌહાણ, કનૈયાલાલ મુંજપરા, ડો.ઘનશ્યામભાઇ ચૌહાણ, મહામંત્રી તરીકે રતિભાઇ સુરાણી, મંત્રી તરીકે મહેશભાઇ વાજા, ભગવાનદાસ મિલપરા, મહેન્દ્રભાઇ હિરાણી, નગીનભાઇ વાળંદ, લલીતભાઇ જોટંગીયા, કોષાધ્યક્ષ તરીકે નીકુલભાઇ વાઘેલા, ઝોન પ્રભારી પ્રમુખમાં સૌરાષ્ટ્રમાં રતિભાઇ સુરાણી, ઉ.ગુજરાત આનંદભાઇ ડાયાભાઇ લીંબાચીયા, મધ્ય ગુજરાત રવિભાઇ વાજા, દક્ષિણ ગુજરાત મહેશભાઇ અમરેલીયા, ઝોન મંત્રી તરીકે સૌરાષ્ટ્ર સુનીલ સુરાણી, સંજય જોટંગીયા અને ડો. નિલેશભાઇ ચૌહાણ, રાજકોટ શહેર પ્રમુખ સચીનભાઇ પરમાર જયારે મિડીયા વિભાગમાં પત્રકાર વિપુલભાઇ હિરાણી અને કમલેશભાઇ ચૌહાણ તથા પ્રવકતા તરીકે નગીનભાઇ વાળંદની વરણી કરવામાં આવી છે.

(12:09 pm IST)
  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST

  • ભારતના ''આધાર''નો વિશ્વમાં જયજયકાર? : અમેરિકા સતાધિશો પણ હવે ભારતના ''આધાર'' ની તરાહ ઉપર સોશ્યલ સીકયુરીટી નંબરની જગ્યાએ બાયોમેટ્રીક આઇ-ડી લાવી રહેલ હોવાનું ટ્વીટર ઉપર જાહેર થયું છે. access_time 3:51 pm IST

  • કોંગ્રેસ-JDS જોડાણ અસંવૈધાનિકઃ સુપ્રિમમાં પહોંચી હિન્દુ મહાસભા : વજુભાઇ વાળાએ કુમાર સ્વામીને આપેલું આમંત્રણ ગેરકાયદે જાહેર કરવા માંગણી : શપથ ગ્રહણ રોકો : તત્કાળ સુનાવણીની રજૂઆત access_time 11:17 am IST