Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં કામગીરી

જામનગર, તા.૨૨: સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત હાલમાં જિલ્લામાં કુલ ૭૨૮ કામો પસંદ કરવામાં આવેલ છે. તેમાંથી ૬૦ કામો પૂર્ણ થયેલ છે અને ૫૫૫ કામો હાલમાં ચાલુ છે. આ કામોમાં ૧૧૫ જેટલા જે.સી.બી., ૩૪૮ ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ થઇ રહ્યો છે. મનરેગા યોજના હેઠળ ૩૦૬૬ શ્રમિકો કામ કરી રહ્યા છે. ૯૮ કામો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જી.એસ.એફ.સી., ડી.સી.સી. સિમેન્ટ ફેકટરી, બ્લેક ટ્રેપ એસોસીયેશન, એપીએમસી, વિન્ડમીલ કંપની, સાલ્ટ વકર્સ કંપર્ની, સહકારી મંડળીઓ, ટ્રસ્ટ મારફત કરવામાં આવી રહ્યા છે. આ કામો માટે ફંડ એકત્રીત કરવા કલેકટરશ્રી દ્વારા ઙ્કસુજલામ સુફલામ જળ અભિયાનઙ્ખ નામનું એકાઉન્ટ ખોલવામાં આવેલ છે. જે દાતાઓને જળસંચયના આ અભિયાનમાં પોતાનું યોગદાન આપવુ હોય તેઓ ચેક કે ડીડી મારફત આપવા અપીલ કરવામાં આવે છે. જામનગર શહેરમાં આણદાબાવા આશ્રમ, ખીજડા મંદીર, નવાનગર બેન્ક, કોકો બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી નદીમાં સફાઇ તથા નિચાણવાળા વિસ્તારોમાં જળસંચય માટે બોર કરવાની, મહાનગપાલીકા દ્વારા લોકભાગીદારીથી રણજીતસાગર ડેમમાંથી કાંપ કાઢવાની કાર્યવાહી ચાલુ છે તથા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સીમા સુરક્ષા દળના જવાનોની મદદથી લાખોટા તળાવની સફાઇની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ તેમ નિવાસી અધિક કલેકટરશ્રી એચ.આર.કેલૈયાની યાદીમાં જણાવાયુ છે.

(12:02 pm IST)