Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

જસદણ : હથીયાર ધારાના ગુન્હામાં આરોપીનો છુટકારો ફરામાવતી કોર્ટ

જસદણ તા ૨૨ : હથીયાર ધારા કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો.

આ બનાવની વિગત મુજબ તા. ૨/૧૨/૨૦૦૬ ના રોજ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ.શ્રી આર.ડી.વાઝા તથા તેમનો સ્ટાફ વાહનચેકીંગ કામગીરી કરતા હતા ત્યારે ગોંડલ તરફથી કાળા કલરની બોલેરોગાડી આવેલ તેને ચેક કરતા ડ્રાઇવર સીટ નીચે બાર બોર બંદુક જોટો મળી આવેલ જેનું પંચનામુ કરી વાંઝા સા. એ કબજે કરેલ અને તે હથીયારનો પરવાનો અને ધારણ કરનાર અલગ હતા જેથી કાયદા મુજબ ગુનો બનતો હોય તથા આ ગાડીમાંથી બીજા શસ્ત્રો પણ મળી આવેલ જે તમામના કોઇ લાયસન્સ હતા નહીં આ તમામ લોકો ઇશ્વરીયા ગામના મારકણા ગૃપના વ્યકિતઓ હતા અને પુછપરછમાં પણ ઇન્કારીયન ભર્યા જવાબો આપેલ.

જસદણના પી.આઇ શ્રી ઉબ્વાએ એ ગુનો દાખલ કરી હથીયારધારાનો ભંગ સબબ ઇશ્વરીયાના વિનુભાઇ પ્રાગજીભાઇ મારકણા સામે ફરીયાદ દાખલ કરી ઘરપકડ કરેલ અને આર્મ્સ એકટ કલમ ૨૫ તથા ૨૯(બી) મુજબ કાર્યવાહી કરેલ અને વિનુ પ્રગજી મારકણાની ધરપકડ કરી ચાર્જશીટ થતા કેસ જસદણ ના મે. જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબ કોર્ટ સમક્ષ ચાલવા માટે આવેલ.

કેસ ચાલી જતા અદાલતે તમામ રજુઆતો અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ મુજબ મજકુર વિનુભાઇ પ્રગજીભાઇ સામે હાલનો આરોપ ટકી શકે તેમ ન હોય આરોપીને જસદણના ન્યાય મુર્તિશ્રી એ નિર્દોય છોડીમુકેલ છે. બચાવપક્ષે જસદણના એડવોકેટ વિનેશભાઇ વાલાણી અને સંજયભાઇ રામાનુજ રોકાયેલા છે.

(12:00 pm IST)